________________
૯૨
નામની સાર્થકતા બતાવતી રાજમુનિની કથા પ્રજ્ઞાવબોધમાં સંકીર્તિત કરવાનું બ્રહ્મર્ષિ (પ.પૂ.બ્રહ્મચારીજી) ચૂકતા નથી. (પુષ્પ ૭૧) ખરેખર,
મહાન તે મંગલ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.
(શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૮) અઠવાડિયાના સાતે ય દિનને આત્મચરિત્ર કેવા ધન્ય બનાવતું આ મંગલ પૂર્ણમાલિકા સમું સનાતન !
વચનસપ્તશતી લખ્યા બાદ ‘વચનામૃત... (પત્રાંક ૨૧) લખાયેલ છે. તેમાં એક વચન (આંક ૧૨) તો જાણે સમવસરણા આમંત્રણ છે – જ્ઞાનીઓએ એકત્ર કરેલા અભુત નિધિના ઉપભોગી થાઓ. શ્રી વીર ભગવાને એક આત્માને જાણી સર્વજ્ઞતા પ્રગટાવી. ત્યાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખનો નિધિ કેવો આત્મભૂત થઇને રહ્યો છે ! શ્રી ગણધર દેવોએ આત્માને સૂચવતા એક સત્ શબ્દને ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપે ત્રિપદીનો ઉપયોગ અનુભવતાં સમસ્ત દ્વાદશાંગીનાં સૃજનની શ્રુતકેવલા લબ્ધિ પામી સમસ્ત શ્રુતસાગર ઘેરાવ્યો – તે માણવાનાં અત્ર આમંત્રણ છે ! સ્વયં અનુભવબળે પ્રતીતિ કરી સહજ ભાવે અનુરોધ પણ કરે છે.
મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે; પણ આવિર્ભાવ કરવું જોઇએ. (પત્રાંક ૨૧-૧૦૩)
સંસ્થાનવિય ધ્યાનપૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. (પત્રાંક ૨૧-૧૨૩)
આવો છે સહજ – સથવારો, પડકારપૂર્વક ! હું બીજો મહાવીર છું, એમ મને મારી આત્મિક શક્તિ વડે જણાયું છે... સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું.
- આશુપ્રજ્ઞ રાજચંદ્ર (પત્રાંક ૨૭) આ વચનો કોઇ કવિની કલ્પનાથી કે ઊર્મિનો ઉલ્લાસ માત્ર નથી. એ સંપ્રજ્ઞાત લખાયાં છે. આશુપ્રજ્ઞ તરીકેની સહી તેની સાક્ષી છે. એ સ્વયં જાણે પણ છે કે તેમને પોતાને હજી કેવળજ્ઞાન પ્રગટ્યું નથી. તો આ ક્યા બળે લખે છે? આ શ્રુતકેવળનો પ્રભાવ-પ્રતાપ છે. પૂ.ગુરુદેવ (પ.પૂ.બ્રહ્મચારીજી) એક સ્થળે સ્વયં બોધે છે કે જેટલું ભગવાન સર્વજ્ઞતાથી જાણે તેટલું તેમની વાણીથી શ્રુતકેવળી જાણે. આમ પરમ કૃપાળુદેવની જ્ઞાનદૃષ્ટિએ સર્વજ્ઞ સાથે સમાનતા છે એટલે ફરી ઠોકીને લખે છે :
સર્વપ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઇ ચૂક્યો છું, એમ કહું તો ચાલે.
આ સમજવા માટે એ જેથી આ સ્થિતિ પામ્યા છે તેનાં ચાવીરૂપ વચનો લક્ષમાં લેવાથી આશય અંતર્ગત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org