________________
૮૫ એ જ છ પદનો પત્ર ગદ્યની જેમ પદ્યમાં હોય તો કંઠસ્થ કરવું સુગમ પડે એ આશયથી ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પ.પૂ.સોભાગભાઇ પાસે પરમકૃપાળુદેવને વિનંતિ કરાવી.
શરદપૂર્ણિમાએ (દિવસે અને રાત્રે) આકાશ જેટલું સ્વચ્છ, રમ્ય ને નિર્મળ હોય છે તેવું આખા વર્ષમાં ક્યારેય હોતું નથી. સંપૂર્ણ સ્વચ્છ હોય છે તેમ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, શુદ્ધાત્મા થઇને, સાક્ષાત્ આત્મસિદ્ધિ સાધી છે તેવા મૂર્તિમાન આત્મસિદ્ધ પુરુષે, આસો વદ એકમના પરમ પવિત્ર દિને, એક આસને, એકી કલમે, એક મને, એકી સપાટે, અસામાન્ય - અદ્ભુત - અનન્ય ગ્રંથ ગૂંથી દીધો, શાસ્ત્રનું સર્જન કરી લીધું, શ્રુતપાવની ગંગા સમી આત્મસિદ્ધિને અવતરિત કરી. પ્રભુશ્રીજીની પ્રેરણા વડે, ૫.પૂ.સોભાગભાઇની થયેલી વિનંતિ ફળી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભેટ-નજરાણું-પ્રાભૃત-Present સંપ્રાપ્ત થઈ.
શ્રી મહાવીર સ્વામી - ગૌતમ ગણધરના સંવાદથી અને ગણધરવાદથી જેમ જિનાગમો, શ્રીકૃષ્ણ-અર્જુનના સંવાદથી શ્રી ભગવદ્દગીતાજી, ગુરુચરણે બેસીને શ્રવણ કરતા શિષ્યોના ઉપનિષપણાથી ઉપનિષદો પ્રસિદ્ધ છે તેમ ગુરુ-શિષ્ય સંવાદશૈલીથી અને ગરવી ગુજરાતી ભાષામાં રચેલી ‘આત્મસિદ્ધિ' કેટલી મીઠી લાગે છે?
નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે ભલે પત્રાંક ૨૧૧ માં વાવ્યું પણ હેજ વિસ્તારીને તો આપ્યું આપણને પત્રાંક ૭૧૮ માં, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં .
અબુધ-અભણનાં અંતરનાં દ્વાર ખોલી દે અને પંડિતો-સાક્ષરો કે વિદ્વાનોનાં મસ્તક પણ ડોલી ઉઠે અને વચલા સઘળાનાં હૃદય પણ ઝૂમી ઉઠે એવું તો “આત્મસિદ્ધિ'માં દૈવત છે. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું
તાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. (વ્યાખ્યાનસાર ૨:૪:૭) સનાતન આત્મધર્મતે શાંત થવું, વિરામ પામવું તે છે. આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષડદર્શનમાં સમાય છે અને તે પદર્શન જૈનમાં સમાય છે. (વ્યાખ્યાનસાર ૨:૪:૧૮)
આ મત-મતાંતર કે ગચ્છ Group થી દૂર રહી, મધ્યસ્થતાથી, મુક્ત મને, આ મુક્તાત્માએ મુક્તિનો રાહ સમજાવી દીધો છે ‘આત્મસિદ્ધિમાં.
| લાવણી રાગે તુજ વચન સુધારસ જ્ઞાનપિપાસુ જનને, પરિતૃપ્ત કરી દે, અજરામર શિવપદને; તુજ આત્મસિદ્ધિ-શી અભુત જ્ઞાનત્રિપથગા, ઉદ્ધરવા અવની ઉતરી સ્વર્ગથી ગંગા.
શ્રી રાવજીભાઈ દેસાઈ આત્મસિદ્ધિ તો આત્મસિદ્ધિ જ છે. અવની પરનું અમૃત ! “આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન” (પત્રાંક ૨) આત્મસિદ્ધિજી આપીને, આ અવની પર આપણું ભલું કલ્યાણ) જ કરી દીધું છે. અને તેથી જ,
વ્હાલું ઘણું લાગે, ગુરુ રાજ તારું નામ રે, મીઠું ઘણું લાગે, ગુરુ રાજ તારું નામ રે, તારાં દર્શનથી મારાં પાપ પલાય રે... ભલું ઘણું લાગે ગુરુ રાજ તારું નામ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org