________________
८८
શસ્ત્ર જેવું શાસ્ત્ર હોવાથી સચોડી જછે. માત્ર ઊંચાઇના શિખરો સર નથી કર્યાં, કિન્તુ પહોળાઇ-વ્યાસ-ધેરાવો-ફેલાવો કે વિસ્તાર પણ એટલો જ છે, સમસ્ત સૃષ્ટિ જેટલો. પ્રેરણાનાં પાન-પીયૂષ પાનારી છે. રામબાણ કે રાજબાણ, બીજા રામનાં બાણ કે વચન છે, ચોટ વાગે જ વાગે. પુરાવા-સાબિતીથી ભરેલી નાળિયેરી છે. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના શબ્દોમાં, અમૃતની સમૂલી નાળિયેરી - દેષ્ટાભાવ. (ઉપદેશામૃત, પૃ.૬૮.) દૃષ્ટિ દૃષ્ટામાં પડે છે ત્યાં બંધાયેલો છૂટે છે. (ઉપદેશામૃત ૩૨)
આટલું ઓછું, અધૂરું કે અપૂર્ણ હોય તેમ, સુપ્રસિદ્ધ ગરબો આવ્યો કે, નદી કિનારે નાળિયેરી રે ભાઇ / બાઇ નાળિયેરી !
Jain Education International
કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઇ ન વાદ;
પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ. સંભવ દેવ તે ધુર સેવો સવે રે.
અર્થાત્, કારણના યોગે કાર્યનિષ્પત્તિ થાય એમાં કંઇ બોલવા જેવું નથી, વાદવિવાદ નથી. એટલે કે, શ્રી સદ્ગુરુ પ્રાપ્તિથી કલ્યાણ થાય એમાં બે મત નથી. પણ એવા ઉત્કૃષ્ટ નિમિત્ત વિના કલ્યાણ કરવા લાગીએ તે તો પોતાના મતનો ઉન્માદ છે, સ્વચ્છંદ છે. શ્રી સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.
અંતમાં,
શ્રી આનંદઘનજી મહારાજ
(ઝૂલણા છંદ)
અમર વરમય સદા દૃષ્ટિ મુજ ઉલ્લસો, રોમેરોમ ખુમારી જ એ હો ! ‘તું હિ, તું હિ’ રટણ હો, લગની એની રહો, એ જ ચિંતન સ્મરણ ભાવના હો.
(દોહરા)
પરમકૃપાળુ પ્રભુ નમું, અહો પ્રગટ મહાવીર, શ્રીમદ્ રાજચંદ્ર પદે, ધરું શ્રીફળ નિજશિ.
15
For Private & Personal Use Only
www.jainelibrary.org