________________
૮૩
શ્રીફળના ગોટા પર ત્રણ આંખ હોય છે તેથી તેને ત્ર્યંબકની સંજ્ઞા છે. ત્ર્યંબક
મૃત્યુંજયના અધિષ્ઠાતા શિવનું સ્વરૂપ છે. મૃત્યુંજય મંત્ર છે, ચમ્પ યનામહે સ્વાહા । શિવજીનાં ત્રીજાં લોચનની જેમ, ૫૨મકૃપાળુદેવના ચરણશરણ ગ્રહ્યા પછી કર્મ ભસ્મીભૂત થઇ જાય છે. ધર્મ જિનેસર (રાજરાજેશ્વર) ચરણ ગ્રહ્યા પછી, કોઇ ન બાંધે હો કર્મ, જિનેસર (શ્રી આનંદઘનજી કૃત ધર્મનાથ જિન સ્તવન). શ્રીફળ જળનાં સેવનમાં મૃત્યુને, રોગને પાછા હઠાવવાની પ્રતિકારક શક્તિ છે. મરેલાને સજીવન કરે તેમ પણ કહે છે. નાળિયેરીથી મૃત હોય તે જીવંત ન થાય પણ કૃપાળુદેવનાં ઓળખાણથી તો ક્ષણે ક્ષણે ભાવમરણ કરતાં અને એટલે હાલતાં ચાલતાં શબ (અજ્ઞાની જીવો)નું અજ્ઞાન, મિથ્યાત્વ દૂર થાય છે અને એમ બેઠાં થાય છે, જાગી જાય છે. પ્રભુશ્રીજીના બોધમાં આવે છે ને કે, સિદ્ધપુરના ગોદડ પારેખ જણાવતા કે, આપને મળ્યા પછી આપે હૃદયમાં ચકલું ઘાલી દીધું તે ફડફડ થયા જ કરે છે. પહેલાં તો ખાતા અને નિરાંતે ઊંઘતાં, પણ હવે તો કંઇ ચેન પડતું નથી. પ્રભુશ્રીજીએ કહ્યું, એમ જ છે. અમને કૃપાળુદેવ મળ્યા પછી બધા મુનિઓ અમારા સંબંધી વાત કરતા કે, એમની પાસે જશો તો ભૂત ભરાવી દેશે; એમના શબ્દો ય કાને ન આવવા દેવા, નહીં તો ચોટ લાગી જ જાણવું.
નાળિયે૨ી માણસને છાંયડો નથી આપતી, પક્ષીને બેસવા ડાળી નથી આપતી અને એટલી ઊંચાઇએ કે કોઇના હાથ ન પહોંચે. અને હાથમાં આવી જાય તો પણ એને તોડીને ખાતાં-પીતાં નાકે દમ આવી જાય. હા, લોકદૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ-પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે. રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુ:ખના ક્ષય રૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પત્રાંક ૮૧૦)
ચંદ્રની સોળ કળા તેમ ધર્મની સોળ કળા, તત્ત્વજ્ઞાન રૂપી ચંદ્રની સોળ કળા. ચંદ્રની ૧૫ કળા તો આદિ-અંતવાળી પણ શુદ્ધાત્માની કૃપાળુદેવની ધ્રુવકળા છે, જ્ઞાનકળા છે, “મુજ પામરથી ન કળાય અહો ! અહો રાજચંદ્ર દેવ ! રાતદિવસ મને રહેજો રટણ તમારું.” (મુમુક્ષુવર્ય શ્રી મુનદાસભાઇ રચિત પદ જે પ્રાતઃકાલીન ભક્તિમાં ગાઇએ છીએ). તે જ્ઞાનકળાની કુક્ષિમાં અમૃત રહેલું છે.
અમૃત ૪ની સંખ્યાસૂચક શબ્દછે. ચારની વાત આવે એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યની જ વાત હોય.
Jain Education International
અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદ્ગુરુ રાયે રે, નિયમસાર સ્વરૂપ સદ્ગુરુના ચરણ ધરું ઉરમાંયે રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૨, નિયમિતપણું : પ.પૂ.બ્રહ્મચારીજી
અહો ! શ્રી કુંદકુંદાચાર્યજી કૃત ‘નિયમસાર’નો સાર આપી દીધો પ.પૂ.બ્રહ્મચારીજીએ તો.
કૃપાળુદેવે ૧૭ વર્ષની વય પહેલાં, ‘ધર્મ વિષે’ પદમાં પ્રકાશ્યું છે :
કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને; સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org