________________
८०
પરમકૃપાળુદેવે પોતે, ખુદ ખુદાએ, પણ કેટકેટલા તીર્થંકરદેવ, જ્ઞાની ભગવંત, આચાર્ય ભગવંત અને અનેકાનેક સત્શાસ્ત્રોનો ઉપકાર વેઘો છે ? પૂર્વભવોના ઉપકારી મહાત્માઓને પણ કેવું યથોચિત સન્માન આપ્યું છે ! તીર્થપતિનો કેટલો વિનય કર્યો છે ?
સ્વયં કલ્પવૃક્ષ, સત્સંગરૂપી કલ્પવૃક્ષનો અને જિનભક્તિ રૂપી કલ્પતરુનો અપાર મહિમા ગાયો છે. ‘કર્તવ્યરૂપી શ્રી સત્સંગ' તો કૃપાળુદેવ જ લખે, સત્સંગની આગળ શ્રી મૂક્યું, કારણ કે આપણને સત્સંગ દ્વારા કર્મોથી મુકાવવા છે – છોડાવવા છે, આપણને ત્યાં જ લક્ષ કરાવવો છે.
કાચલી જેવા કઠોર પણ મલાઇ જેવા મુલાયમ સત્પુરુષોને કોણ ઓળખી શકે ? ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી, પ.પૂ.સૌભાગ્યભાઇ અને પ.પૂ.શ્રી અંબાલાલભાઇ સાથે કઠોરતા પણ હતી અને કોમળતા પણ હતી. વજ્જર થઇને રહ્યા છે પણ વજ્જર બંધન તૂટતાં સજ્જનતા જ સરી પડી છે. very very hard nut to crack — Coconut. Coca-cola - કોકાકોલામાં સુખ માનનારને Coconut એટલે નાળિયેરનું સુખ શી રીતે સમજાય ?
પ્રભુશ્રીજીને જ્યારે કહી દીધું કે, ‘તમે શું ત્યાગ્યું છે ?’ તથા પ.પૂ.સૌભાગભાઇની લાખ પ્રયત્ને પણ ભભૂતિની વાત કે રિદ્ધિ-લબ્ધિ ફોરવવાની વાતનો અનાદર જ કર્યો છે, ઉપેક્ષા જ સેવી છે તથા પ.પૂ.અંબાલાલભાઇને દેહાધ્યાસ-પ્રમાદ છોડવાના બોધ પ્રસંગે, કૃપાળુદેવ કૃપાળુ લાગ્યા હશે કે કઠોરતમ પુરુષ ? અમુક પ્રકારે કડક ન થાય તો જીવો મચક પણ ન આપે એવા છે. બાહ્યભાવે જગતમાં વર્ષો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો એ જ માન્યતા અને બોધના છે. (પત્રાંક ૭૨)
वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को नु विज्ञातुमर्हति ॥ ઉત્ત૨૨ામચરિત : શ્રી ભવભૂતિ
અર્થાત્ વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ જેવા લોકોત્તર પુરુષોનાં ચિત્તને કોણ જાણી શકે ? કઠોર વચન કહે છે પણ પહેલાં તો કૃપાળુદેવનું નિષ્કારણ કરુણાશીલ હૃદય દ્રવે છે અને એટલે જીવોને ઊઠાડવા...જાગતા કરવા સદ્બોધ સ્રવે છે. અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળફૂટ વિષની પેઠે મૂંઝવે છે એવા શ્રી સંયમને નમસ્કાર. (પત્રાંક ૮૦૮)
Jain Education International
I
एते सत्पुरुषाः परार्थघटका: स्वार्थं परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे નીતિશતક : શ્રી ભર્તૃહરિજી
અર્થાત્, જેઓ સ્વાર્થ છોડીને પરોપકાર કરે છે તે સત્પુરુષ કહેવાય છે, જેઓ સ્વાર્થને ધક્કો ન લાગે તેવી રીતે પરોપકાર કરે છે તે મધ્યમ પુરુષ કહેવાય છે, જે સ્વાર્થ માટે સામાના હિતનો નાશ કરે છે તે મનુષ્યમાં રાક્ષસ કહેવાય છે. અને જે વૃથા બીજાનાં કલ્યાણનો નાશ કરે છે તે કોણ છે એ અમે જાણતા નથી. (તેને માટે શબ્દ નથી).
||
For Private & Personal Use Only
www.jainelibrary.org