________________
જેટલા પ્રમાદથી જે પ્રભુનો મહાવીર સ્વામીના સમયમાં મોક્ષ ન થયો તે બીજા મહાવીર પરમ કૃપાળુદેવ તરીકે, અપ્રમત્ત યોગી થઇને, પોતાના અનુભવનું ભાતું, ભાથું, ભથ્થુ આપણને પીરસતા કહેતા જાય છે કે, અત્યારે અપ્રમાદી થવું.
શ્રી ‘ગોમ્મસાર' ગ્રંથમાં, પ્રમાદના ૩૭, ૫૦૦ ભેદ દર્શાવ્યા છે. બધાનો સારાંશ કે, સ્વરૂપનું વિસ્મરણ તે પ્રમાદ. પ્ર+મા પ્રકૃષ્ટ, પ્રથમ, પ્રધાન, પ્રમુખ અને ઉત્કૃષ્ટ એવું પોતાનું આત્મસ્વરૂપ, પોતે, પોતાને ચૂકી જાય છે, ભૂલી જાય છે, પોતાના આત્મપદથી વ્યુત કે ભ્રષ્ટ થઇ જાય છે તે પ્રમાદ.
ઇન્દ્રવજ જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે,
આયુષ્ય દોરી તૂટી તે તૂટી જો , સાધી, પ્રકાશી ગુરુ રાજચંદ્ર,
તે સાંધવાની ન જગે બૂટી કો, તે સર્વ રીતે અવિરોધ જાણી,
તેથી મળેલી તક ના જવા દે, એવું, નમી નિત્ય અગાધ વાણી. ૧
શાણા ગુમાવે પળ ના પ્રમાદે. ૪ પ્રજ્ઞાવબોધ પુષ્પ ૮ : ૫.પૂ.બ્રહ્મચારીજી
વિષય, કષાય, મદ, સ્નેહ અને નિદ્રા : આ મુખ્ય ભેદ છે પ્રમાદના. લગભગ સમય આમાં જ પસાર કરતા જીવોને જોઇને કરુણાશીલ કૃપાનાથે અપ્રમાદી થવાની આજ્ઞા કરી છે. ૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ.
- હવે બાકી રહેલાં આયુષ્યનો સદુપયોગ કરવા કહે છે. આ આયખાના અમુક દાયકા તો ગયા, શેષ સમયમાં શરીરની નશ્વરતા, ઇન્દ્રિયોની શિથિલતા કે ગમે ત્યારે ગમે તે કર્મ ફૂટી નીકળે. માટે સંસારથી વૈરાગ્ય, ઉદાસીનતા લાવી માનસિક રીતે -મનથી તો ભવ પ્રત્યે ખેદ રાખી શકાય તે નિર્વેદ છે. નિર્વ: મવરફ્રેતા | દુઃખથી ભરપૂર આ ભવરૂપ કારાગૃહમાં, કર્મરૂપી દંડથી પીડાતાં, કોઇ પણ પ્રકારે તેનો પ્રતિકાર કરવાને અસમર્થ થતાં, સંસાર ઉપર ઉદાસીન થવાય છે. આ ભવને નરક સમાન ગણી તેમાંથી નાસી છૂટવાના ઉપાયનો વિચાર કરવો અને સંસારથી ઉદ્વિગ્ન રહેવા કમર કસવી તે છે નિર્વેદ. નિર્વતો મવવૈરાગ્યમ્ | સંસાર પ્રતિ વિરક્ત ભાવ તે નિર્વેદ. કામભોગથી પાછા હઠવાની તાલાવેલી, આરંભ-પરિગ્રહથી મુક્ત થવાની અભિલાષા, ત્યાગ ઉપર પ્રીતિ તે નિર્વેદ. સંસારશરીરમો ૬ ૩પતિઃ | સંસાર, શરીર, ઇન્દ્રિય વિષયના ભોગના ત્યાગની ભાવના તો રાખી શકાય.
- ટૂંકમાં બંદીખાના - Jail માં રહેલા કેદીને ગમે તેટલી સગવડ આપવામાં આવે તો પણ તેમાંથી છૂટવાની ઇચ્છા કરે છે તેમ સંસારમાં ચક્રવર્તીનાં સુખ ભોગવતાં થકી પણ ભવભ્રમણથી છૂટવાની ઇચ્છા, અંતરમાં થતો ખેદ અને ભવપાશથી છોડાવનાર સદ્ગુરુને શરણે જવાની પ્રબળ જિજ્ઞાસા થવી તે નિર્વેદ.
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થતો નથી. તો જ્યારથી આ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. (પત્રાંક ૧૬૬)
આત્મ-ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય. (પત્રાંક ૫-૨૨) ૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી, તો નીચેની વાત પુનઃ
પુનઃ લક્ષમાં રાખ.
in Education International
For Private & Personal Use Only
www.jalnejibrary.org