________________
93
30
પત્રાંક ૧૮૦ અમૃતની સચોડી નાળિયેરી
મુંબઇ, માગશર સુદ ૪, વિ.સં.૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી, રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મદેષ્ટિ થઈ જશે, એક “તું હિ તું હિ” મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. અત્ર એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે, સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. અત્યારે એ જ. થોડું લખ્યું ઘણું કરી જાણજો. સાકરનું શ્રીફળ બધાંએ વખાણી માગ્યું છે; પરંતુ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે.
પરમકૃપાળુ દેવના પરમાર્થ સખા, હૃદય રૂપી સુહૃદુ, કેવળબીજ સંપન્ન, પરમ સરળ, સત્સંગ નૈષ્ઠિક અને સ્મરણીય મૂર્તિ શ્રી સોભાગભાઇ પર લખાયેલો પ્રસ્તુત પત્ર છે.
- અયથાર્થથી યથાર્થ તરફ જતાં, વિપરીત શ્રદ્ધાન નહીં પણ સમ્યક શ્રદ્ધાન કરતાં, પર્યાય દૃષ્ટિમાંથી દ્રવ્યદૃષ્ટિ કરતાં, દેહદૃષ્ટિમાંથી આત્મદષ્ટિ કરતાં, દેહથી નેહ ‘તેહ' તરફ થતાં, મિથ્યાત્વમાંથી સમ્યક્ત થતાં, અપ્રતીતિમાંથી પ્રતીતિ થતાં, અવદશામાંથી આત્મદશા થતાં, સંસારસંમુખમાંથી સ્વભાવસંમુખ થતાં, ઇહલોકમાંથી સતુ લોકમાં જતાં, સાચી દિશા પકડાતાં સ્વરૂપ દેશ તરફ જતાં, દેહભાવના બદલે આત્મભાવ થઇ જતાં. અને ‘લોક છતાં અલોકે દેખતાં શું થાય ?
તો પરમકૃપાળુ પ્રભુએ ચોખ્ખુંચણક લખી જ દીધું (કારણ કે, આપણને લક્ષ કરાવવો છે !) કે રોમે રોમે, અંગે અંગે, અસંખ્યાત આત્મપ્રદેશે આત્માનાં અસ્તિત્વના આનંદનો ખુમાર ચઢશે, પ્રતીતિની ખુમારી ચઢશે, તું હિ - તું હિ નો વિકલ્પ પણ નહીં રહેતા અભેદ સ્વરૂપની નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ થશે અને આનંદનો અનુભવ થશે. અમરવર એટલે?
અમર કહેતાં ઇન્દ્ર, વર કહેતાં શ્રેષ્ઠ. નાગૅદ્ર, ધરણંદ્ર, ચંદ્ર, ઇંદ્ર બધામાં શ્રેષ્ઠ તે આત્મા. અમર એટલે સોનું. સો ટચનું કે ચોવીસ કેરેટનું સોનું તો શુદ્ધાત્મા જ. અમર એટલે પારો. પારો હાથમાં આવે નહીં છતાં હાથમાં જ છે તેમ મોક્ષ જેની હથેળીમાં છે તે આત્મા.
- પારો ફૂટી નીકળે છે તેમ આનંદના કિરણો ઊગી નીકળે છે તે આત્મા. અમર એટલે ૩૩ કે ૩૩ કરોડનો આંક. ૩૩ કરોડ દેવની તો એક માન્યતા છે પણ ૩૩ દેવો જેમાં વસે છે તે
| મહાદેવ આત્મા. અમર એટલે ચિરંજીવી. સાત કે વધુ ચિરંજીવી કહેવાતા હશે, ચાર શાશ્વત તીર્થંકર પણ ગણાય છે. બધા ચિરંજીવીમાં
શ્રેષ્ઠ અને સામાન્ય તે આત્મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org