________________
૬૭
જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો સુખ રૂપે જિંદગી લાંબી લાગશે. (પત્રાંક ૨ : પુષ્પ ૫૧)
જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે તેમ જ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. (પત્રાંક ૩૧૯)
શ્રી સદ્ગુરુદેવ તો સંસ્મારક પણ આપણા પ્રસ્તાર (પથારા) પારાવાર !
थोडी-सी ज़िन्दगी सुपन-सी माया, इसमें क्युं उलझाया है रे...! ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી.
જ્ઞા એટલે જાણવું. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા-આશા. આખી આલમમાં જાણવા યોગ્ય તો એક આત્મા જ છે. વસ્તુ કહેતાં પણ તું જયાં...જેમ...જે સ્વરૂપે વસેલો છે તે. વસ્તુ શબ્દમાં પણ , મમ્ એટલે હોવું. તું જે અસ્તિત્વ ધરાવે છે, જે સ્વરૂપે છે તે.
આઠ યોગદષ્ટિમાં, બીજી યોગદષ્ટિમાં જીવ આવે ત્યારે જિજ્ઞાસા ગુણની પ્રાપ્તિ થાય છે અને ઉદ્વેગ દોષનો ત્યાગ થાય છે. “જિજ્ઞાસા ગુણતત્ત્વની, મનમોહન મેરે” એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. રચિત આઠ યોગદષ્ટિની સજઝાયમાં ગાઇએ છીએ.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ. ૧૦૯
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. (“મોક્ષમાળા' શિક્ષાપાઠ ૧૦૧-૯) શીર્ષક જ પાઠનું છે, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. હવે આપણે કેમ વિસ્મૃત કરાય ?
| જિજ્ઞાસાની વાત આવે અને નચિકેતા ન સાંભરે તો જ નવાઇ. નચિકેતા એટલે જ અવિજ્ઞાત, જેણે આત્મા નથી જાણ્યો તે. યમ રાજાનાં દ્વાર ખખડાવીને પણ મરણ પછી શું? અને એમ આત્મતત્ત્વ ઓળખવાની તેની જિજ્ઞાસા ઓર હતી. ૨. સંસારને બંધન માનવું :
રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૧-૭)
આ સંસારમાં ગમે તેટલી શાતા મળે તેવા સંયોગો હોય તો યે એ સંસાર છે, મોક્ષ નથી. એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું એમ ચિંતવવું તે સંસારભાવના. આ સંસાર સમુદ્રમાં અનાદિ કાળથી ચારે ગતિમાં ભ્રમણ કર્યા કર્યું છે. બધાં જ દુઃખ અનંત અનંત વાર ભોગવ્યાં છે. સંસારમાં એવું કોઇ પુગલ બાકી નથી કે જે જીવે શરીરરૂપે, આહાર રૂપે ગ્રહણ ન કર્યું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org