________________
૬૩. સાધન, યુક્તિ, તદબીર, પ્રયત્ન. મિથ્યાત્વની વાંસ જેવી દુર્ભેદ્ય ગાંઠ તોડવાની છે. એક ગ્રંથિ-prejudice કે ગાંઠ વાળવામાં કલ્યાણ નથી. તો આ તો મિથ્યાત્વની ગ્રંથિની વાત છે.
શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે, ફૅશ્વરસર્વપૂતાનાં હૃહેશેડનું તિકૃતિ ! હે અર્જુન ! ઇશ્વર સર્વભૂતોના હૃદયમાં રહેલો છે. હૃદય એટલે લોહીનું સંચાલન કરનાર ખાસ અવયવ નહીં પણ વ્યક્તિના અવ્યક્ત કેન્દ્રની વાત છે. તેમાં સર્વ દિવ્ય અને પાર્થિવ શક્તિઓનો સમુહ રહે છે. તેને “હૃદયગ્રંથિ’ કહી છે. તમામ મનોભાવો અને સંકલ્પોનું અધિષ્ઠાન પણ તે જ છે. આ ગ્રંથિભેદ એ જ અંતર્ભેદની વાત છે. એમ થતાં આત્મામાં પાતાળ પાણી - અમૃત સરવાણી ફૂટે જ ફૂટે. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું.
રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૦૦
રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિત થતાં મુક્ત દશા અનુભવાય એ તો સ્પષ્ટ વાત છે. પત્રાંક ૮૨માં, ......થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું મેં કહ્યું નહોતું, તેમ તે માટે મારા વાલમાં હોય એવું કંઇ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો, કોઇ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક ‘તું િતુહિ'નો જાપ કરે છે. ઓર દશામાં “ઓર' એટલે?
૩=જ્ઞાન, ૩૫રથી ગો થયું. ઓર =જ્ઞાન સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ. મોર નું ટૂંકું રૂપ નો થાય. આમ, ઓર અને ઓમ્ શબ્દને પણ સંબંધ થાય. ઓહ પુકાર, દયા, કરુણા, યાદ કરવા માટે વપરાતો એક અવ્યય પણ ખરો.
સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઇ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઇ કાળે છૂટકો થનાર નથી. (પત્રાંક ૭૬)
વળી પ્રતિજ્ઞાપૂર્વક કહે છે. પ્રતિજ્ઞા સ્વીકાર, એકરાર કરીને કહે છે. દશાની ઘોષણા કરી છે. વચનબદ્ધ થયાછે, “પ્રાણ જાય અરુ બચન ન જાય” બીજા શ્રીરામ છે. આ એક પ્રકારના “વફા' પણ છે અને ‘ઢાવા' પણ છે. ફરીથી તેમના જ શબ્દોમાં,
બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય;
પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. ૫ (પત્રાંક ૭૯) ૪. તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઇને પડવું યોગ્ય છે.
તે સાધન એટલે તે દશા સિદ્ધ કરવા માટે, તેની સાધના-ઉપાસના-ઉપાય માટે ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org