________________
૬૨
જીવ માત્રને સુખ પ્રિય છે તેથી તેનો ઉદ્યમ કરે છે. પરંતુ ‘ભાવનાબોધ'માં કહ્યું છે તેમ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં વિભ્રમ પામે છે.
પત્રાંક ૧૦૭ લોક પુરુષ સંસ્થાને કહ્યો’ પદમાં પણ કેવો ઉહાપોહ જગવે છે? શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું? ક્યાંથી છે આપ? એનો માગો શીઘ્ર જવાપ.
પોતે સુખી છે તો શું કરવાથી થયો? પોતે સુખી નથી તો હવે શું કરવાથી થાય ? પોતે દુઃખી છે તો શા માટે છે? હું કોણ? વગેરેનો જલ્દી જલ્દી જવાબ માગો, મેળવો.
બહુ પુણ્ય કેરા પદમાં, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહી?
સહજ, સ્વભાવજન્ય, સ્વાભાવિક, અનાયાસ સુખમાં રાચવાના બદલે જીવ વિભાવ પરિણતિને ભજે છે, વિભાવ પર્યાયમાં ઐક્ય અનુભવે છે તેથી દુઃખી છે, સુખી નથી. ૦ ભાગને વાંચી જા, એટલે?
શૂન્ય એટલે મીંડું, cipher, zero, naught. શૂન્ય એટલે તટસ્થ, નિરપેક્ષ, નિર્વિકલ્પ. અનંતનું ગણિત તે પૂર્ણનું ગણિત છે, અર્વાચીન ભાષામાં તે શૂન્યનું ગણિત છે. આમાં વિભાજક, વિભાજય, વિભાજન ફલ અને શેષ - આ બધું જ અનંત અથવા પૂર્ણ છે. આ જ તેની વિલક્ષણતા છે. આ જ નિરપેક્ષ બ્રહ્મ છે.
पूर्णमदः पूर्णमिदं, पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय, पूर्णमेवावशिष्यते ॥
બૃહદારણ્યક ઉપનિષદ્ અધ્યાય ૫ : બ્રાહ્મણ ૧.
તે બ્રહ્મ પોતાનાં અમૃત રૂપમાં પૂર્ણ છે અને તેનાથી રચાયેલું આ વિશ્વ પણ પૂર્ણ છે અથવા અનંત છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર આવવા છતાં પણ પૂર્ણ જ શેષ રહે છે.
સંપૂર્ણ અને સર્વશૂન્ય એ બન્ને એક જ સ્થિતિનાં જુદાં જુદાં નામ છે. આ શૂન્ય અવસ્થાને સર્વ રીતે વૃત્તિવિહીન અવસ્થા ગણી શકાય. તે નિર્મળ બોધિચિત્ત છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઇતું. (પત્રાંક ૧૨૮)
કૃપાળુદેવની કોઈ પણ અવસ્થા, કોઈ પણ તબક્કા, કોઇ પણ પત્ર, કોઇ પણ પદને, કોઇ પણ રીતે વિચારતાં આપણને દુ:ખ, દુઃખનાં કારણ મળે તેમ છે. “સમુચ્ચયવયચર્યા'માં સ્વયં પ્રકાશે છે કે, બાવીસ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંત દુઃખનું મૂળ, એ બધાંનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. (પત્રાંક ૮૯).
| દુ:ખના કારણમાં મોહ અને અજ્ઞાન છે, મિથ્યાત્વનું બળ છે જે અનંત કાળ સુધી રઝળાવે છે, રખડાવે છે. બાહ્ય રીતે અને આંતરિક રીતે, તેના વિનાનું થવાનું છે, તે ઉપાય છે. ઉપાય (૩૫+ ૫) એટલે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org