________________
FO
પરમોપકારી પ.પૂ.પ્રભુશ્રીજીના શબ્દોમાં, મનમાં સંકલ્પ-વિકલ્પ આવ્યા કરે છે તે કોને આવે છે? તો કહે, મને. એમ જે કહે છે તે “હું” સંકલ્પ-વિકલ્પથી કેવળ ન્યારો છું; હું અને તે એક નથી. આકાશ અને ભૂમિને વિષે જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે. મન-ચિત્ત-વિષય-કષાય - એ સર્વ જડ છે. તેમાં હું અને મારાપણાની માન્યતા હતી તે જ મિથ્યાત્વ કે અજ્ઞાન. હું તે બધાને જાણનાર તેથી જુદો એવો આત્મા છું. હું તે મનથી, સંકલ્પથી, વિકલ્પથી, કષાયથી, દેહથી, સ્ત્રીથી, પુરુષથી, પુત્રથી, ધનથી, ધાન્ય વગેરે સર્વથી કેવળ જુદો છું. (તા.૩-૧૧-૧૯૩૫, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, શ્રી અગાસ તીર્થમાં)
ભિન્ન કહેતાં જ - વિભાજિત...પૃથ...અલગ...ઇતર...અન્ય...જુદો. હવેનો પ્રશ્ન છે, તે સુખી છે કે દુઃખી? એ સંભારી લે.
સુખનો સીધો સાદો અર્થ કરીએ તો, મનની એવી કોઇ પ્રિય અને ઉત્તમ અનુભૂતિ જેમાં અનુભવકર્તાને વિશેષ સમાધાન અને સંતોષ હોય છે તથા તે બરાબર બની રહે તેવી અભિલાષા હોય છે.
સંસ્કૃત સાહિત્યના કવિકુલગુરુ કાલિદાસ કહે છે કે, अर्थागमो नित्यमरोगिता च, प्रिया च भार्या प्रियवादिनी च । वशस्य पुत्रो अर्थकारी च विद्या, षड जीव लोकस्य सुखानि रायन् ॥
અર્થાત્ ધનપ્રાપ્તિ, આરોગ્ય, પ્રેમિકા, મધુર ભાષિણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર અને અર્થલક્ષ્મી મળે તેવી વિદ્યા - આ છમાં જીવને સુખ લાગે છે.
ગુજરાતી ભાષાની સુપ્રસિદ્ધ કહેવત તો આપને યાદ જ હોય પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ભંડાર ભર્યા, ત્રીજું સુખ તે સુલક્ષણી નાર, ચોથું સુખ તે પરિવાર,
શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ‘સ્નેહમુદ્રા'માં લખી ગયા. સુ એટલે સરસ, સુશોભિત અને ખે એટલે આકાશ. ખગ એટલે પક્ષી. ખુલ્લા આકાશમાં મુક્ત વિહાર કરનાર ખગ-પક્ષી સુખનું દ્યોતક છે. સ્વતંત્ર વિચાર કરી શકો, સ્વતંત્ર આચાર કરી શકો, સ્વતંત્ર વિહાર કરી શકો, સ્વતંત્ર આહાર કરી શકો, તેમાં ઘણું ખરું સુખ સમાઇ જાય છે.
બંગાળીમાં સુખ અને દુઃખ વચ્ચેનો એક શબ્દ છે, ઓશુખ. સૌરાષ્ટ્રમાં અ-સુખ બોલાય છે તે જ. બિમારી, અસ્વસ્થતા કે નાદુરસ્ત તબિયત વખતે વપરાય છે.
કૃપાળુદેવે તો ૧૭મા વર્ષ પહેલાં, કેટલુંક તો teenage માં આવ્યા પૂર્વે તીન કાળ અબાધિત તથ્ય આપી દીધું કે, મમત્વ એ જ બંધ. બંધ એ જ દુઃખ. દુઃખ સુખથી ઉપરાંઠા થવું. આ પત્રાંક ૫ ની પહેલાં એમ પણ લખી જ દીધું કે, સાહ્યબી-માન-ખમા ખમા-જુવાનીનું જોર-એશ-દોલત-દક્ષ દાસ હોય પણ સત્ ધર્મ વિના એ સુખની કિંમત માત્ર બે બદામની જ છે. તે જમાનામાં ૧ રૂપિયાના ૧૦૦ દોકડા, ૧ દોકડાની ૧૬ બદામ હતી.
‘ભાવનાબોધ'માં જણાવ્યું કે, પ્રાણી માત્રને, જંતુ માત્રને, માનવ માત્રને, દેવદાનવ સર્વને સુખ અને આનંદપ્રાપ્તિની ઇચ્છા છે. સંસારમાં અનેક પ્રકારે સુખનો આરોપ કરે છે. એ આરોપને અનારોપ કરવાવાળાં વિરલાં માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યા છે. જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org