________________
૬ ૧
તાપ રહ્યા કરે છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે;
વા નથી જ.
‘બહુ પુણ્ય કેરા પુંજથી’ પદમાં પણ ઉદ્ઘોષણા કરી છે કે, પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.
જેમાં સુખ માનીએ તેમાં જ થોડી વાર પછી દુઃખ લાગે તે સુખ શી રીતે હોય? “જિસ સુખ અંદર દુઃખ બસે, સો સુખ ભી દુઃખ રૂપ.” (બૃહદ્ આલોચના)
શ્રી દોલતરામજી કૃત ‘છ ઢાળા’ની ૫મી ઢાળમાં, चहुँगति दुःख जीव भरै हैं, परिवर्तन पंच करै हैं । सब विधि संसार असारा, यामें सुख नाहिं लगारा ॥
અર્થાત, ચાર ગતિ અને પાંચ પરાવર્તન - પરિવર્તન કરતા જીવોથી યુક્ત આ સંસાર અસાર છે જેમાં લગાર સુખ નથી.
જગતમાં ચારે તરફ જાણે મશીનોમાંથી સુખ ફેંકાઇ રહ્યું છે, ફૂંકાઇ રહ્યું છે, ફેલાઇ રહ્યું છે, છંટાઇ રહ્યું છે, પણ શું એ સુખ છે ? હરગિઝ નહિ, જીવે એમાં સુખની માન્યતા કરી છે, સુખનું આરોપણattribution કર્યું છે. સુખ અંતરમાં છે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે. (પત્રાંક ૧૦૮)
| દુઃખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું. આ મારા વચનો વાંચીને કોઇ વિચારમાં પડી જઇ, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે, પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. તમે જરૂર માનજો, કે હું વિના-દિવાનાપણે આ કલમ ચલાવું છું. જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? અંતરંગ ચર્ચા પણ કોઇ સ્થળે ખોલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા થઇ પડી એ જ મહાદુઃખમતા કહો. (પત્રાંક ૮૨)
અહો ! કૃપાળુ પ્રભુને કેવો ઉપાધિયોગ હતો અને છતાં કેવો સમાધિયોગ રહ્યો છે ! છ ઢાળા'માંની ૩જી ઢાળ શ્રી દોલતરામજીના શબ્દોમાં,
સાતમો હિત હૈ સુરવું, સો સુરવ સન્નતા વિન હોય ! એટલે કે, આકુળતા વિનાનું, નિરાકુળ સુખ આત્માનું છે. આપણે અનુકૂળતાને આત્માનું સુખ માન્યું છે ! જો કે, કુંતી માતાએ શ્રીકૃષ્ણજી પાસે દુ:ખની માગણી કરી હતી, જેથી વૈરાગ્ય આવે, વધે અને ભગવદ્ ભક્તિ વધુ ગમે. દુઃખ પચાવે તે શક્તિમાન અને સુખ પચાવે તે પુણ્યવાન.
સંભારી લે. યાદ કરી લે. એનો (આત્માનો) આશ્રય કરી લે. એને સમ્યફ પ્રકારે ધારણ કરી લે. એનું પાલન-પોષણ કરી લે. એને એના અનંત ગુણોથી રૂડી રીતે, ભલી ભાંતિ ભરી દે, પૂર્ણ કરી દે. ૨. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો
મારા કોઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org