________________
કૃપાળુ દેવનો કેવો વિનય છે કે, વ્યવહારથી સહુ વાચકોની ક્ષમા ચહી પરમાર્થથી અરિહંત પરમાત્માની ક્ષમા ચાહી વિનય સમેત વંદન કરે છે.
જેમણે વિષય વિકારનું દમન કર્યું છે,
અહમનું શમન કર્યું છે, સ્વયંનું સ્વયંમાં રમણ કર્યું છે,
તેમને આપણાં વંદન છે, નમન છે. कभी न लौटने के लिए जो लोकाग्र तक पहुँचे, पहुँचनेको है, पहुँचनेकी तत्परतामें हैं,
प्रणाम उन्हें । नमस्कार उन्हें । वंदना उन्हें।
રી: છત્રપ્રબંધમાં center-piece તરીકે દેખાતો રી માત્ર પ્રાસ મેળવવા માટે નથી. કૃપાળુદેવનું એવું સીધું સાદું હોય જ નહીં. સંસ્કૃતમાં, રી ધાતુ...ક્રિયાપદ એટલે ચૂવું, ટપકવું કે ઝરવું. પરમાર્થ વર્ષાનાં બિન્દુ ટપકી રહ્યાં છે. સાત સ્વરમાં રી ઋષભ સ્વરની સંજ્ઞા છે જેને આપણે ‘રે’ કહીએ છીએ.
અરિહંત કહેતાં જ કર્મશત્રુના હત્તા અને જ્ઞાન-દર્શન-ચારિત્ર્યના આદર્શ પ્રતીક એવા દેહધારી પરમાત્માના ગુણ...કર્મ...જ્ઞાન પ્રત્યે દષ્ટિ જાય છે અને તે ગુણોને પોતાનાં જીવનમાં પરિસ્યુટ કરવાની ભાવના જાગૃત થઈ ઉઠતાં ઉપાસક ઉદ્ઘોષિત કરે છે કે, વર્ને ત
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ॥
(તત્ત્વાર્થ સૂત્ર ટીકાનું મંગળાચરણ) ૧. અઃ પ્રત્યેક અક્ષરનું ધ્યાન. શ્વેત વર્ણ છે, જ્ઞાન કેન્દ્ર છે. બહારથી અંદર વળીએ, પિંડસ્થ ધ્યાન. ૨. રિઃ પૂરાં પદનું ધ્યાન. બીજાથી પોતા પ્રત્યે વળીએ, પદસ્થ ધ્યાન. ૩. હંઃ પૂરા પદના અર્થનું ધ્યાન એટલે કે, અહંતને નમસ્કાર (પૂર્ણાત્માને), રૂપસ્થ કે સાલંબન ધ્યાન. ૪. તઃ પોતે જ અહંત સ્વરૂપે, રૂપાતીત ધ્યાન
અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે. અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઇ તુજ રે.
શ્રી શાંતિનાથ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ.
આ અરિહંત આપણને ક્યાંથી ઉપાડેછે? અરિહંતથી, અરિહંતની પ્રાર્થનાથી, અરિહંત આનંદકારી અપારી... પછી તો ઉત્કૃષ્ટ પાડ જ વેદાય ને? સિદ્ધશિલા સુધી ઉડાડે છે, ઉડ્ડયન કરાવે છે. સ્થિતિ આપણે કરવાની છે !
આજકાલ સિદ્ધશિલાના આકાર અંગે વિવાદ ચાલ્યો છે.
- અર્ધચંદ્રાકારે છે કે ઊગતા સૂરજ આકારે ૧છે? પરમકૃપાળુદેવેછત્ર-ત્રી દ્વારા ચિતાર દર્શાવી દીધો છે. શાસ્ત્રો સિદ્ધશિલાને ઊંધા છત્રાકારે બતાવે છે, તે આકાર માન્ય કરતાં વિવાદને સ્થાન નથી. કેટલાક શાસ્ત્ર સીધાછત્રાકારે કહે છે તેથી મતાંતર થાય છે. મુમુક્ષુને તો ત્યાં નિરંજન નિરાકાર સ્વરૂપે બિરાજવામાં રસરુચિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org