________________
આ બધા સંબંધો (દેહાદિ સંબંધો)નો અભાવ એટલે મોક્ષ.
૪૬-૪૭-૪૮મા પાઠ ‘કપિલ મુનિ ભાગ ૧-૨-૩’માં,
કપિલની કથા કહી તૃષ્ણાના ત્યાગથી કેવળજ્ઞાન અને મોક્ષ થઇ જાયછે તેમ દર્શાવ્યું છે. શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ૮મા અધ્યયનમાં સવિસ્તર વર્ણન છે. કૌશાંબી નગરીના કશ્યપ શાસ્ત્રીના કપિલ નામના પુત્રની વાત છે. પિતાનું મૃત્યુ થતાં કપિલ પર જવાબદારી આવી પણ એટલો વિદ્વાન નહોતો. શાસ્ત્રાભ્યાસ માટે ગયો પણ સમય ઓછો રહેતો અને બરાબર ભણી શકતો નહોતો. સમય મળે એટલે ભોજનની વ્યવસ્થા એક વિધવા બ્રાહ્મણીને ત્યાં થઇ. ત્યાં પ્રીતિ બંધાતાં ઘર માંડવાની વાત આવી. રાજા પાસે યાચક તરીકે જવાનો વારો આવ્યો. કપિલની ભદ્રિકતાથી રાજાએ પ્રસન્ન થઇ ઇચ્છા મુજબ માગવા કહ્યું. બે માસા સોનુંથી વિચાર કરતો કરતો આખું રાય માગવાના વિચાર કરી નાખ્યા. અને દશા ફરી ! સુખ તો સંતોષમાં જ છે. બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચ્યો ! સત્ય સંતોષ જેવું નિરુપાધિ સુખ એક્કે નથી. ક્ષપક શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામ્યા.
૪૯મા પાઠ ‘તૃષ્ણાની વિચિત્રતા'માં,
તૃષ્ણા વિષે મનહર છંદમાં પદ છે. દીનતાઇમાંથી પટેલાઇ, પટેલાઇમાંથી શેઠાઇ, શેઠાઇમાંથી મંત્રિતાઇ, મંત્રિતાઇમાંથી નૃપતાઇ, નૃપતાઇમાંથી દેવતાઇ અને દેવતાઇમાંથી શંકરાઇ મળે તો ય તૃષ્ણા મરાઇ નહીં ! આકાશ અનંત છે તેમ તૃષ્ણા પણ અનંત છે. ચાર ખાડા ક્યારેય ન પૂરાય તે તૃષ્ણાનો, પેટનો, સ્મશાનનો અને દરિયાનો. શ્રી શંકરાચાર્યજી યાદ આવે,
अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चति आशापिंडम् ॥
૪૧
અર્થાત્ અંગ ઘસાઇ જાય, ગાત્રો ગળી જાય, વાળ ખરી જાય, ધોળા આવે, દાંત પડી જાય, હાથમાં લાકડી આવી જાય એવી વૃદ્ધાવસ્થા છતાં જીવવાની આશા (તૃષ્ણા) જતી નથી.
ધીરા ભગતના શબ્દોમાં ‘તરણા ઓથે ડુંગર રે ને ડુંગર કોઇ દેખે નહીં.’ તૃષ્ણા એ તરણું છે તેથી આત્મારૂપી ડુંગર દેખાતો નથી ! તૃષ્ણા શબ્દ જ કહે છે, તૃણ્ + ના, જે કદી સંતોષાતી નથી.
૫૦મા પાઠ ‘પ્રમાદ’માં,
શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ૧૦મા અધ્યયન ‘દ્રુમપત્રક’નો અસ૨કા૨ક શૈલીથી અપાયેલો બોધ છે. પોતે મહાવીર પ્રભુના શિષ્ય હતા છતાં સ્ટેજ પ્રમાદથી પણ તે ભવે મોક્ષ ન થયો એટલે આપણને પ્રમાદ ન કરવા વિષેનો બોધ સચોટ આપે એમાં આશ્ચર્ય નથી. મદ, વિષય, કષાય, સ્નેહ અને નિદ્રા એ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકા૨ છે. ધર્મનો અનાદર હોવો એ પણ પ્રમાદ છે. ‘શ્રી ગોમ્મટસાર'માં પ્રમાદના ૩૭,૫૦૦ ભેદ ગણાવ્યા છે. પ્ર+મર્ । પોતાનું પ્રકૃષ્ટ સ્વરૂપ ચૂકી જવું તે પ્રમાદ. સ્વરૂપનું વિસ્મરણ તે પ્રમાદ.
Jain Education International
‘સમય ગોયમ મા પમાયણ્ ।' દ્રુમપત્રક અધ્યયનની દરેક કડીનું ચોથું ચરણ છે. ‘સમય માત્રનો પ્રમાદ ન કર’ માત્ર ગૌતમ સ્વામીને કહ્યું છે એમ નથી, આપણને પણ કહ્યું છે. ગો+યમ =ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખનાર. સમય એટલે અવસ૨, તક, મોકો. આ ભવે તક મળી છે તો ચૂકવા જેવું નથી, આત્મકલ્યાણ કરી લેવા જેવું છે. અને સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય છે તે. સમયે સમયે આત્માને ભૂલી જાય છે તે જ ભાવમ૨ણ છે, પ્રમાદ છે, ભય છે, કર્મ છે. માટે પળ (૨૪ સેકન્ડ) પણ વ્યર્થ ન જવા દેવાનો બોધ છે.
૫૧મા પાઠ, ‘વિવેક એટલે શું ?’માં,
સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે સમજે તેને વિવેક કહે છે. વ્યવહારમાં વિવેક
For Private & Personal Use Only
www.jainelibrary.org