________________
૩૯
૩૮મા પાઠ “સામાયિક વિચાર ભાગ ૨’માં,
સામાયિક દરમ્યાન થતા મનના ૧૦ દોષ, વચનના ૧૦ દોષ અને કાયાના ૧૨ દોષ એમ કુલ ૩૨ દોષો દર્શાવી, એ ૩૨ દૂષણ રહિત સામાયિક કરવા અને પાંચ અતિચાર ટાળવા કહ્યું છે. આવું નિર્દોષ સામાયિક કરે તો, મોક્ષમાર્ગે જ પ્રયાણ હોય. ૩૯મા પાઠ ‘સામાયિક વિચાર ભાગ ૩'માં,
સાવધાની સાથે સામાયિક કરવા કહ્યું છે, સ + અવધાન =લક્ષ સાથે = સાવધાન. લક્ષપૂર્વક સામાયિક કરે તો પરમ શાંતિ મળે. કૃપાળુદેવના શબ્દોમાં, અનંતાં કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. સમ્યક્ પ્રકારે સામાયિક કરવાની આમાં શિખામણ છે. આખા દિવસમાં એક સામાયિક અવશ્ય કરવાની આમાં આજ્ઞા કરી છે, જેથી આર્ન-રૌદ્ર ધ્યાનથી બચી જવાય છે. ૪૦મા પાઠ “પ્રતિક્રમણ વિચારમાં,
| દોષની સામે જવું - દોષનું સ્મરણ કરી જવા પર ભાર છે. પછી એનો પશ્ચાત્તાપ કરવો. નિર્જરા કરવાનું આ પણ ઉત્તમ સાધન છે. છ આવશ્યકમાંનું આ એક આવશ્યક છે. આત્માની મલિનતા ખસે છે તેથી આત્મા તેનાં મૂળ શુદ્ધ સ્વરૂપમાં વસે છે. ૪૧મા પાઠ “ભિખારીનો ખેદ ભાગ ૧માં,
ભિખારી =ભિક્ષા+આહારી તે ભિખારી, તેને સ્વપ્ન આવે છે. ધર્મને માટે ભિક્ષાચરી, ગૌચરી કરે તેને ઉત્તમ કહ્યા છે પણ ખાવા માટે ભિક્ષા માગે છે તેથી પામર-અધમ કહ્યો છે. જમતાં વધેલું એંઠ જેવું ભોજન ભિખારીને મળ્યું તો ય સારું લાગ્યું, જમીને સૂતો અને ઊંઘમાં સ્વપ્ન આવ્યું અને પોતે પોતાને રાજા તરીકે જોયો. એટલામાં ગાજવીજથી કડાકો થયો અને ભયવશાત્ જાગી ગયો. અહીં આપણને જનક રાજાને આવેલું સ્વપ્ન યાદ આવે છે, તેમાં પોતે પોતાને ભિખારી તરીકે જોયો. પછી અષ્ટાવક્ર ગુરુથી સમાધાન પામ્યા હતા. આપણને પણ કૃપાળુદેવે પત્રાંક ૪૯૩માં કહ્યું જ છે કે, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગ્રત થઇ સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. ૪૨મા પાઠ “ભિખારીનો ખેદ ભાગ ૨'માં,
સ્વપ્ન પૂરું થતાં ભિખારીને ખેદ થયો. તેવી જ રીતે સંસારમાં સુખ માની બેસનારા મોહાંધ પ્રાણીઓ પણ ખેદ જ વ્હોરે છે. લક્ષ્મી, અધિકાર, આયુષ્ય બધું ય ક્ષણભંગુર છે. એક માત્ર આત્મા અવિનાશી છે, નિત્ય છે. તેનું સુખ પણ શાશ્વત છે, નિત્ય છે. તું અખંડ છે, તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર! એ બોધ યથાર્થ છે. આ એક જ વાક્યમાં મોક્ષમાર્ગ પ્રકાશી દીધો.
દોહરા હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.
પત્રાંક ૨૬૬ ૪૩મા પાઠ “અનુપમ ક્ષમા'માં,
| દશ લક્ષણ ધર્મમાં પહેલી ક્ષમા છે. શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઇ ગજસુકુમારનાં દષ્ટાંત દ્વારા બોધ આપ્યો છે. શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઇ તે જ દિવસે સ્મશાનમાં એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગલીન ગજસુકુમાર હતા. પોતાની પુત્રીનું સગપણ થયેલું પણ વૈરાગ્યભીના ગજસુકુમારે સર્વસંગ પરિત્યાગ કરી દીધો એટલે સસરા સોમલને ભયંકર ક્રોધ વ્યાપતાં, ગજસુકુમારના મસ્તક પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા, ઇંધન પૂર્યું એટલે મહાતાપ થયો. અસહ્ય દુઃખમાં પણ સમભાવ પરિણામમાં રહ્યા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org