________________
૩૭
૨૮મા પાઠ “રાત્રિભોજન'માં,
‘ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહદ્ફળ છે એ જિનવચન છે' જે જાતિનો આહારનો રંગ હોય છે તેમાં તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે, તેથી રાત્રિભોજનનો નિષેધ છે. વૈદકશાસ્ત્ર કે વેદ-પુરાણ-મહાભારતમાં પણ નિષેધ કરેલો છે. પંચ મહાવ્રત જેવું વ્રત રાત્રિભોજનત્યાગનું વ્રત કહ્યું છે. રાત્રિભોજન ત્યાગથી અરધી જિંદગીના ઉપવાસનો લાભ લઇ જાય છે તેમ જ અરધી જિંદગી કેટલાંક હિંસક પાપથી બચી જાય છે, અગ્નિકાય-વનસ્પતિકાયના જીવોની રક્ષા થાય છે. અણાહારી પદ-મોક્ષપદની પ્રાપ્તિ માટે રાત પૂરતું અણાહારી વ્રત કરવાની વાત છે. ૨૯મા પાઠ, “સર્વ જીવની રક્ષા ભાગ ૧'માં,
દયા એ જ ધર્મનું સ્વરૂપ છે એમ સમજાવ્યું છે. દયાનું એટલે કે અહિંસાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ શ્રી મહાવીર સ્વામીએ નિરૂપણ કર્યું છે. જીવ માત્રને જીવવું ગમે છે, મરવું ગમતું નથી. કોઇનું ય જીવન છીનવી લેવાનો આપણને અધિકાર જ નથી. “સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય! (શિક્ષાપાઠ ૨)
| દોહરા આપણને જો “મર' કહે, તો યે બહુ દુઃખ થાય; તો પર જીવને મારતાં, કેમ નહીં અચકાય ?
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૪, ગાથા ૧૮ : ૫.પૂ.બ્રહ્મચારીજી બીજા જીવોની દયા પાળતાં, આત્મા પોતાની જ દયા ખાય છે અને ફલતઃ મોક્ષે જાય છે. ૩૦મા પાઠ “સર્વ જીવની રક્ષા ભાગ ૨'માં,
શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમારની વાત આવે છે. ભરી સભામાં માંસાહારી સામંતો બોલ્યા કે, હમણાં માંસ સસ્તું મળે છે. તેથી અભયકુમાર તેઓને ત્યાં લેવા ગયા ત્યારે બધાંએ બહુ દ્રવ્ય આપ્યું પણ પોતાના કાળજાનું માંસ સવા પૈસાભાર પણ ન આપ્યું. આમ પરીક્ષા કરીને અભયકુમારે પૂછ્યું કે, માંસ સતું કે
શું? દરેકને પોતાનો જીવ વહાલો છે. દરેકની રક્ષા કરવી એ જેવો એકે ધર્મ નથી. અભયકુમાર મંત્રીની અભયદાનની વાત બધા સામંતોને ગળે ઉતરી ગઇ અને માંસાહારનો ત્યાગ કર્યો. માંસ કહેતાં-લખતાં જ, માં =મારા, સ =સમાન, મારા સમાન છે. મારા જેવો જ આત્મા છે તેમ ભાવ થઈ જાય. સાત વ્યસનના ત્યાગની આજ્ઞા લેવરાવીને આપણા પર કેવી કૃપા કરી છે !
પ્રાણીજનો કો’ હણશો ન તેથી, હણાય દેહો ન હણાય દોષો; શોધી હણો દોષ તણું જ મૂળ, હિંસા થકી ચિત્ત તમે નિવારી.
પાપનું પ્રાયશ્ચિત્ત : સંતબાલજી ૩૧મા પાઠ, “પ્રત્યાખ્યાન'માં,
જો પ્રત્યાખ્યાન હોય તો એ ભણી દષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. જેમ વાંસાનો મધ્ય ભાગ આપણાથી જોઇ શકાતો નથી માટે એ ભણી આપણે દૃષ્ટિ પણ કરતા નથી તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય-ભોગવાય તેમ નથી એટલે એ પ્રત્યે આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી અને નિયમ હોવાથી સંવર થાય છે. ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં નથી તેથી કર્મ પ્રવેશતાં નથી અને મોક્ષમાર્ગે પ્રસ્થાન થઈ શકે છે. નિયમ રૂપીલગામથી મન રૂપી ઘોડાને ધારેલા શુભ રાતે લઈ જઈ શકાય છે. ચૌદ પૂર્વમાં દસમું પ્રત્યાખ્યાન પૂર્વ છે. ૩૨મા પાઠ ‘વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે'માં,
- તત્ત્વ પામવા માટે વિનય પહેલો જરૂરી ગુણ માન્યો છે. શ્રેણિક રાજાએ વિદ્યા શીખવા ચંડાળને સિંહાસન પર બેસાડી પોતે સામા ઊભા રહ્યા ત્યારે ચંડાળ પાસેથી વિદ્યા પ્રાપ્ત થઇ. આત્મવિદ્યા કે આત્મજ્ઞાન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org