________________
૩૬
જીવો...ાટે શિક્ષણ છે કે, સત્યનો જ સૃષ્ટિમાં જય છે. વસુરાજા, નારદ અને અધ્યાપક પુત્ર પર્વતનાં દૃષ્ટાંત દ્વારા અને ‘અજ્ઞ' રાબ્દના અર્થ-અનર્થની વાત કહીને સત્ય તથા ન્યાયનો આશ્રય લેવા કહ્યું છે. વળી, અહિંસાનાં પ્રથમ મહાવ્રતની રક્ષા મટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે જેમાં પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. સત્યના-અસત્યના-મિશ્રના-વ્યવહારના અનુક્રમે ૧૦,૧૦,૧૦,૧૨ ભેદ ગણતાં ૪૨ ભેદ સમજવા જેવા છે.
૨૪મા પાઠ ‘સત્સંગ'માં,
સત્યના માહાત્મ્ય પછી એ સત્નો રંગ જ્યાં ચઢે તે સત્સંગ કહીને સત્સંગનો અપરંપાર મહિમા ગાયો છે. સર્વ સુખનું મૂળ જ સત્સંગ કહ્યો છે. સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે અને પૌષધ પણ છે. ભરત અને ઐરાવત ક્ષેત્રે થતા તીર્થંકર દેવની સંખ્યા પણ ૨૪ અને સત્સંગનો પાઠ ૫ણ ૨૪મો ! પરમ સત્સંગ તો દુર્લભ જછે, તે ન મળે, તેનું ઓળખાણ ન પડે તો સમસ્વભાવીનો કે પોતાનાથી વિશેષ દશાવાનનો સત્સંગ ક૨વા કહ્યું છે. ''૨માત્માની પ્રાપ્તિ માટે, ૫ =પાંચ, ૨ =બે, મા =સાડાચાર, ત =આઠ, મા =સાડા ચાર મળી ૨૪ની સંખ્યા થઇ. આ ૨૪ના – પરમાત્માના સખ્ય માટે, સત્સંગનું સાધન જ સહેલું, પહેલું ને વહેલું છે. સત્સંગના યોગે અસંગ થવા છે અને એમ મોક્ષ સુખ અનુભવાય છે.
૨૫મા પાઠ ‘પરિગ્રહને સંકોચવો'માં,
પરિગ્રહને પાપનું મૂળ કહ્યું, પાપનો પિતા કહ્યો છે. જેમ જેમ લાભ થતો જાય તેમ લોભ પણ વધતો જાય છે. અઢારમા અરનાથ તીર્થંકરના સમયમાં થઇ ગયેલા સુભૂમ ચક્રવર્તીનું દૃષ્ટાંત આપીને પરિગ્રહની અનિષ્ટતા સૂચવીછે. ચારે બાજુથી બંધન કરેછે, અજગરની જેમ ગ્રસી જાય છે તે પરિગ્રહ. બાર વ્રતમાં અન્ય એકાદશ (અગિયાર) વ્રતને મહાદોષ દે એવો પરિગ્રહનો સ્વભાવ છે. ચક્રવર્તી જેવી સમૃદ્ધિ હોય તો પણ મમત્વ ન હોય તો તે પરિગ્રહ રૂપ નથી. ૫૨ વસ્તુને પોતાની મનાવનાર મિથ્યાત્વ ખરો અંતરંગ પરિગ્રહ છે. તેનો ક્ષય કરવાથી અને કષાય-નોકષાય ક્ષીણ-ઉપશમ કરવાથી મોક્ષમાર્ગ ભણી જવાયછે. બાહ્ય પરિગ્રહ સંકોચે તો ધર્મસંમુખ થવાનો અવસ૨ સાંપડે છે.
૨૬મા પાઠ ‘તત્ત્વ સમજવું’માં,
શાસ્ત્રોનાં જ્ઞાન કરતાં શાસ્ત્રનું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેનું મહત્ત્વ કહ્યું છે. શાસ્ત્રની સુવિચારણાથી નિજ જ્ઞાન પ્રગટીને નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. પણ તત્ત્વ સમજવું એટલે કૂદીને દરિયો ઓળંગી જવા જેવું છે. નિગ્રંથ વચન હોવાથી ગોળ ગળ્યો જ લાગે તેમ સત્ફળ જ આપે પણ મર્મ પામે, ભેદ જાણે, રહસ્ય ખુલે તેની તો બલિહારી જ છે. ‘દેવસી પડિક્કપણું ઠાયંમિ’ અને ‘રાયશી પડિક્કમણું ઠાયંમિ' છે તો ‘ખેતશી પડિક્કપણું ઠાયંમિ’ બોલનારા ખેતશીભાઇનું દૃષ્ટાંત આપીને કૃપાળુદેવે પોતાનો વિનોદી ને રોનકી સ્વભાવ વ્યક્ત કર્યોછે. પોપટ રામ બોલે અને તુલસીદાસજી પણ રામ બોલે, પરંતુ બન્નેનાં રામનામસ્મરણમાં કેટલો ફેર ?
૨૭મા પાઠ ‘યત્ના'માં,
વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે તેમ યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે. શ્રી દશવૈકાલિકજી સૂત્રમાં કહેલી યત્ના - પાંચ સમિતિરૂપ યત્ના તો શ્રેષ્ઠછે પરંતુ શ્રાવક તે સર્વાશે પાળી શકતો નથી. સ્થૂળ અને સૂક્ષ્મ દયા જયણા (યત્ના) પૂર્વક રાખવા જેવી છે. સાધુની ‘વીસ વસો’ દયા કહેવાય છે, શ્રાવકની ‘સવા વસો' દયા કહેવાય છે. વીસ વસો દયામાંથી ત્રસ (સ્થૂળ) અને સ્થાવર (સૂક્ષ્મ) જીવોની દયા, સંકલ્પ અને આરંભ સહિતની દયા, સાપરાધી અને નિરપરાધી દયા તથા સાપેક્ષ અને નિરપેક્ષ દયા એમ પચાસ-પચાસ ટકા ઓછી કરતાં જતાં શ્રાવક પાળી શકે તેટલી તો ‘સવા વસો' દયા જ બાકી રહે છે. માત્ર તત્ત્વ સમજીને બેસી રહેવાનું નથી પણ ગૃહકાર્ય આદિમાં જતન કરવાનું છે, કાળજી રાખવાની છે, નિરપરાધી જંતુની રક્ષા કરવાની વ્યવહારુ સૂચનાનો અમલ કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org