________________
૩૪
અર્થાત આત્મસ્વરૂપનાં અનુસંધાન રૂ૫ ભક્તિ છે જે મોક્ષનાં સાધનમાં મહાન માનીછે. પરમકૃપાળુ દેવે પ્રભુશ્રીજી પરના પત્રમાં ભક્તિને મોક્ષનો ધુરંધર માર્ગ કહ્યો છે. (પત્રાંક ૩૮૦) ૧૬મા પાઠ ‘ખરી મહત્તા'માં,
| દયાથી કોમળ, મુમુક્ષુતાથી સરળ, પુરુષાર્થથી પ્રબળ, વૈરાગ્યથી નિર્મળ અને શ્રદ્ધાભક્તિથી સબળ થયેલા મુમુક્ષુ સાંસારિક મોટાઇમાં ન પડી જાય તે માટે આત્માની મહત્તા સમજાવી છે. આત્માની મહત્તા સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીનું દૃષ્ટાંત દઇને, તેથી વિરુદ્ધ શુદ્ધ પંચમહાવ્રતધારી સાધુની મહત્તા ગાઇ છે.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે એહ સદાય સુજાગ્ય.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૩૮ ‘પુષ્પમાળા'ના ૭૩માં પુષ્પમાં, મહત્તાને બાધ ન આવે તો વિચક્ષણતા કહી છે. પોતાને સર્વેસર્વા માનનારાને ખાસ બોધ છે કે, શુદ્ધ આત્માના સર્વસ્વ પાસે અન્ય કોઇનું, કંઇનું વર્ચસ્વ કશી વિસાતમાં નથી. ૧૭મા પાઠ ‘બાહુબળ’માં,
મોટા-મહત્તાનું ભાન કરાવ્યા બાદ હવે માન મૂકવાનો સબોધ આવે છે. ભરતજી અને બાહુબલિજીનું દૃષ્ટાંત તો સુવિખ્યાત છે. ભરત ચક્રવર્તીની આણ ન માની અને બન્ને વચ્ચે થયેલાં દૃષ્ટિયુદ્ધ, શબ્દયુદ્ધ, જલયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને મલ્લયુદ્ધમાં ભરતજી હાર્યા, બાહુબલીજી જીત્યા. ભરતજીએ બાહુબલિજી પર ચક મૂક્યું, બાહુબલિજીએ મુઠ્ઠી ઉગામી, વિચારશ્રેણી બદલાણી અને એ જ ઉગામેલી મુકીથી કેશાંચન કરીને સાધુ થયા . ધર્મપિતા ઋષભદેવ પાસે દીક્ષા નથી લીધી. અન્ય કોઇ દીક્ષાગુરુ પણ ન કરતાં, જાતે જ દીક્ષિત થયા તે સ્વચ્છંદ તો ખરો. વળી, વયમાં નાના પણ દીક્ષામાં મોટા ભાઇઓને વંદન કરવા પડશે એ માન આવ્યું. બાર-બાર માસ સુધીની તપશ્ચર્યામાં કાયા કૃશ થઇ ગઇ પણ જે ભૂમિ પર કાયોત્સર્ગ કરું છું એ ભરતજીની ભૂમિ છે એવો વિકલ્પ, સંજવલન માન કષાયવશાત્ કેવળજ્ઞાન ન થયું.
દેહાદિસંગ તજયો અહો ! પણ મલિન માનકષાયથી; આતાપના કરતા રહ્યા, બાહુબલી મુનિ ક્યાં લગી ?
ભાવપ્રાભૃત ગાથા ૪૪ : શ્રી કુંદકુંદાચાર્યજી
આખરે માન થકી હાથી પરથી હેઠા ઊતર્યા, માન મોડ્યું કે જ્ઞાન ચોંટ્યું, કૈવલ્યકમળાને પામ્યા. આપણને સહુને સૌથી વધુ કનડતો આ માન કષાય છે. મનુષ્યોને સૌથી વધુ વ્હાલાં માનનાં સન્માન છે એમ જ્ઞાની ભગવંતો અને બધાં શાસ્ત્રો કહે છે, માટે કહેવાય છે. તે
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૮
જગતમાં માન ન હોત તો, અહીં જ મોક્ષ હોત (પત્રાંક ૨ ૧/૮૩) કેવું યથાર્થ છે? ૧૮મા પાઠ “ચાર ગતિ'માં,
મોક્ષની ઇચ્છા બળવંતી બને અને સંસારસ્થિતિ અસારવંતી લાગે તે માટે ચારે ગતિનાં દુ:ખ વર્ણવ્યાં છે. ભવાટવીમાં ભૂલા પડેલાને આવાં દુઃખનાં વર્ણન વાંચીને દુઃખગર્ભિત વૈરાગ્ય આવે તો યે ખોટું નથી. મનુષ્ય દેહ શ્રેષ્ઠ છતાં તેનાં ય દુ:ખ ગણાવ્યાં છે. માટે પ્રમાદ વિના આરાધનાની શિક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org