________________
૧૨મા પાઠ ‘ઉત્તમ ગૃહસ્થમાં,
સાચા દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજી શ્રદ્ધાન કરે તે દેશવ્રતી ગૃહસ્થ - શ્રાવક થાય છે. પંચ મહાવ્રતધારી મુનિ ન થાય પણ અણુવ્રત પાલન કરે તે ગૃહસ્થ ગણાય છે. તેની અગિયાર પ્રતિમા-પડિમામાં છેલ્લી બે પડિમા લે ત્યારે ઉત્તમ શ્રાવક કહેવાય છે. ઉત્તમ ગૃહસ્થ કહેતાં આદર્શ ગૃહસ્થ કહીએ તો ખોટું નથી. વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન ઉપરાંત જે સન્શાસ્ત્રનું મનન, યથાશક્તિ શાસ્ત્રસંચય અને સત્પરુષોનો સમાગમ-બોધ ગ્રહણ કરે છે તે ગૃહસ્થનો ગૃહાશ્રમ ઉત્તમ ગતિ-મોક્ષ ગતિનું કારણ થાય છે. ૧૩મા પાઠ “જિનેશ્વરની ભક્તિ, ભાગ ૧માં,
સત્ય પામવું છે તેને જિજ્ઞાસુ કહ્યો અને સત્ય-સ–સમ્યક્ દર્શન જેને પ્રાપ્ત છે તેને સત્ય કહીને ગુરુ-શિષ્યના સંવાદ રૂપે આ પાઠમાં જિનેશ્વરની ભક્તિ કરવી જોઇએ, ઇતર દેવોની કે તત્ત્વોની નહીં, તેમ સ્પષ્ટ પ્રકાર્યું છે. જિનદેવ સત્ દેવ છે માટે. બાકી તો તે નીરાગી હોવાથી તેને સ્તુતિ કે નિંદાથી કંઇ ફેર પડતો નથી. પણ આપણે તેમના જેવા થવું છે માટે તેમના ગુણનું ચિંતવન કરવા ભક્તિ કરીએ છીએ. જેમ હાથમાં અરીસો લેતાં મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવન રૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. ૧૪મા પાઠ “જિનેશ્વરની ભક્તિ ભાગ ર’માં,
સિદ્ધ કે જિન ભગવંતનાં નામ લઇને ભક્તિ કરવાની જરૂરત બતાવી છે. તે તે ભગવંતનાં નામ લેતાં તેઓ ક્યારે થયા, કેવી રીતે સિદ્ધિ પામ્યા, તેમના ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન વગેરેનું સ્મરણ થતાં આપણો આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મોરલીના નાદે જાગૃત થઇ જાય છે તેમ આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મોહ નિદ્રાથી જાગ્રત થાય છે. આબાલ વૃદ્ધ સમજે તેવું વેધક દૃષ્ટાંત ! રોચક દૃષ્ટાંત ! ૧૫મા પાઠ ‘ભક્તિનો ઉપદેશ'માં,
| ગદ્યમાં સમજાવ્યા બાદ હવે પદ્યમાં જિનભક્તિનો મહિમા ગાયો છે. દશ પ્રકારનાં કલ્પવૃક્ષમાં તો ઇચ્છો અને પછી મળે પણ ભક્તિનું ફળ તો વણઇડ્યું જ મળે. વળી તે માટે કંઇ પૈસા ખર્ચવા પડતા નથી. ઉત્તમ કામ પણ વણદામ થાય છે. દુર્ગતિમાં જન્મ પણ લેવાના રહેતા નથી. મન શુદ્ધ કરવા માટે મંત્રસ્મરણની આજ્ઞા આપી છે. ‘કરશો ક્ષય કેવળ રાગકથા, ધરવો શુભ તત્ત્વસ્વરૂપ યથા'માં શ્રી સમયસારજીની ૪થી ગાથા વણાઇ ગઇ છે, सुद परिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ।
‘નુપચંદ્ર પ્રપંચ અનંત દહો'માં વેદાંતની પરિભાષાનો “પ્રપંચ” શબ્દ પ્રયોજીને વિષયકષાય રૂપ સંસારનો ક્ષય કરવા રૂપ મોક્ષમાર્ગ ધરૂપી દીધો છે. ટૂંકમાં, ટોટક છંદમાં સિંહની ત્રાડ નાખતા હોય તેમ શૌર્ય-વીર્ય પ્રગટાવતા જતા મોક્ષનો ગઢ જીતવા નીકળેલા ગઢ-વીની અદાએ સાક્ષાત સરસ્વતી-વાગીશ્વરી લલકારતી હોય તેવી શૈલીનું દર્શન કરાવતા સરસ્વતી-વાણીપુત્ર ચારણની જેમ થોડાં ચરણમાં મોક્ષમાર્ગનું ઝરણ બતાવ્યું છે.
જિનેશ્વરનું શરણું, મોક્ષમાર્ગનું ઝરણું.
જિનભક્તિનું શરણું, મુક્તિમાર્ગનું વરણું.
વળી ‘ભજીને ભગવંત ભવંત લહો’ લખીને ભગવાને ભારે કરી છે ! આપણને ‘ભવંત” એટલે “આપ-તમે' કહીને નિશ્ચયથી શુદ્ધ આત્માની ભક્તિનો ઉપદેશ પણ આપી દીધો છે.
मोक्षकारणसामग्रया भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसन्धानं भक्तिरित्यभिधीयते ॥
વિવેકચૂડામણિ, શ્લોક ૩૨ : શ્રી શંકરાચાર્યજી
Jain Education International
For Private & Personal Use Only
www.jalnelibrary.org