________________
૩૧
મહાવીર સ્વામીની શીખને યાદ કરીને દયા ધર્મની - અહિંસા ધર્મની ઉત્કૃષ્ટતા દર્શાવી છે. મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરવા દયાનાં સ્વરૂપને ઓળખવાનું કહી દીધું અને જીવદયાના પાલન માટે શ્રી શાન્તિનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત લખી દીધું.
अहिंसा परमो धर्मः। ધબ્બો પંપાન મુવિટું હિંસા સંગમો તવો | શ્રી શય્યભવસૂરિજી
હંસા તુ મૂતાનાં નાતિ વિદ્રિત બ્રહ્મ પરમન્ | શ્રી સમંતભદ્રાચાર્યજી ૩જા પાઠ કર્મના ચમત્કાર'માં,
| ધર્મનું સ્વરૂપ સમજાવ્યા પછી તેના પ્રતિપક્ષી કર્મની વાત લીધી. જગતની વિચિત્રતા વિષે વિચારતાં વિચારનાર આત્મા પ્રત્યે દૃષ્ટિ કરાવે છે. પોતાના બાંધેલાં શુભાશુભ કર્મ વડે આંખો સંસાર ભમવો પડે છે.' વચનમાં છ પદ આવી જાય છે. કોણ કર્મ બાંધે છે ? આત્મા. આમાં આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને કર્તુત્વ આવી ગયું. શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે એ વાક્યમાં આત્માનું ભોસ્તૃત્વ આવી ગયું. સાથે સાથે શુભાશુભ કર્મ ન કરે તો સંસાર ભમવો પડે નહીં તેમ કહેતાં મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એમ પણ આવી ગયું. બાળક પણ સમજી શકે તેવી સરળ છતાં સચોટ શૈલીમાં આ પાઠ મૂક્યો છે. કથા પાઠ “માનવદેહમાં,
કર્મબંધનથી મુક્ત થવા માટે મનુષ્ય દેહ અનિવાર્ય છે. મનુષ્ય ભવે પૂર્ણ સદ્વિવેક થઇ શકે છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. મનુષ્ય ભવ બહુ દુર્લભ છે પણ માનવપણું સમજે તે જ માનવ છે, બાકી વાનર છે, નર નથી. કરોડોનો ખજાનો થોડા રૂપિયાની ચાવીથી જ ખોલી શકાય છે તેમ મોક્ષના દરવાજા પણ માનવદેહની ચાવીથી જ ખુલી શકે છે. કૃપાળુદેવે અયમંતકુમાર, ગજસુકુમાર જેવા સમવયસ્ક પુરુષોની સ્મૃતિ કરાવી શીઘ્રમેવ આત્મસાર્થક કરી લેવા કહ્યું છે. પમાં પાઠ “અનાથી મુનિ ભાગ ૧'માં,
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૦મા અધ્યયનમાં મૂકેલા અનાથી મુનિ શ્રેણિક રાજાના દષ્ટાંત દ્વારા યુવાનોને ય સ્પર્શી જાય તેવી શૈલીથી બોધ કરેલ છે. અનાથી મુનિને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર કોઇ મિત્ર ન થવાથી અનાથતા હતી એટલે કે, મોક્ષનો માર્ગ બતાવે તેવા આત્મજ્ઞાની સગુરુ ન મળવાથી અનાથ પડ્યું હતું, એમ દર્શાવ્યું છે. ૬ઠ્ઠા પાઠ “અનાથી મુનિ ભાગ ૨'માં,
“પહેલે ધાન, બીજે ધન, ત્રીજે સ્ત્રી, ચોથે તન; પાંચમે હોય પશુનો સંચ, લખાય કાગળમાં શ્રી પંચ.”
એમ પાંચ પ્રકારની સંપત્તિ (શ્રી ૧) હોવા છતાં અનાથી મુનિ મુનિ થતાં પહેલાં અનાથ હતા અને પ્રપંચી સંસારથી ખેદ પામીને, નિરારંભી પ્રવ્રજયા લે છે. અહીં સંસારને પ્રપંચ કહ્યો, પાંચ ઇન્દ્રિયના વિષયુક્ત ભૌતિક પદાર્થોના સમૂહવાળો ગણ્યો. તેવા સંસારથી ખેદ પામતાં મોક્ષનો માર્ગ મળે. ૭મા પાઠ “અનાથી મુનિ ભાગ ૩'માં,
જયાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી અનાથતા છે. જે કંઇ કરે છે તે આત્મા જ કરે છે. આત્મા જ મિત્ર છે ને આત્મા જ વેરી છે એવો આત્મપ્રકાશક બોધ અનાથી મુનિએ શ્રેણિક મહારાજને આપ્યો. નરકગતિનું આયુષ્ય બાંધ્યું હતું તેવા શ્રેણિક રાજાને પણ અનાથી મુનિ જેવા સગુરુ દ્વારા આત્માને ઓળખાણ થયું (રાજપુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org