________________
૯૩મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૨’માં,
અપાર કરુણાવંત કૃપાળુ પ્રભુએ આ પાઠમાં ચક્ર (વર્તુળ) દોર્યું છે જેમાં નવ તત્ત્વનાં નામ મૂક્યાં છે. મોક્ષમાળાની મૂળ પહેલી આવૃત્તિ (વિ.સં.૧૯૪૪, આજથી ૧૧૩ વર્ષ પૂર્વે)માં, આ વર્તુળમાં જીવ અને મોક્ષ વચ્ચે લીટી પણ નથી. કપરાં ચઢાણ પણ સુગુરુ કૃપાળુ યોગે સુગમ અને સરળ !
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ : આ નવ તત્ત્વો છે. આમ અનુક્રમે લખતાં જીવથી મોક્ષ દૂર દેખાય છે પણ ગોળાકારે લખતાં જીવથી મોક્ષ નિકટ જણાય છે. અજ્ઞાન દૃષ્ટિથી પોતાને દેહરૂપ-જડ-અજીવ રૂપ માને તો મોક્ષ દૂર છે અને જ્ઞાન દેષ્ટિથી પોતાને મોક્ષ રૂપ માને તો મોક્ષ નજીક છે. જો શુદ્ધ ભાવમાં રહેવાય તો ભલે નવ તત્ત્વને હેય ગણી ત્યાગી દો. પરંતુ શુભાશુભ ભાવછે ત્યાં સુધી નવ તત્ત્વનો હેય, શેય, ઉપાદેય રૂપે વિચાર કરો. એથી મોક્ષ થશે, આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૯૪મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૩'માં,
| નવ તત્ત્વની વિચારણા પૂરી કર્યા બાદ હવે સત્ય ધર્મતત્ત્વ વિષે પ્રકાશે છે. તત્ત્વ વિષે જે કંઇ કહ્યું છે તે કેવળ જૈનો માટે, જૈન કુળમાં જન્મેલાઓ માટે નથી કહ્યું પણ સર્વ જીવને સરખી રીતે લાગુ પડે છે. વળી પોતે પક્ષપાત રહિતપણે અને પરમાર્થ બુદ્ધિથી કહે છે. નિગ્રંથના વચનામૃત તત્ત્વથી પરિપૂર્ણ છે. જૈન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એક્કે દેવ નથી, સંસારથી છૂટવું હોય તો કેવલી પ્રરૂપિત ધર્મરૂપી કલ્પવૃક્ષને સેવો જેથી ઉત્તમ મોક્ષ ફળને પામશો. ૯૫મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૪'માં,
જૈન ધર્મનું માહાભ્ય ગાયું છે. જૈન દર્શનના વિચારોની ખૂબીની સંકલના એટલી સૂક્ષ્મ અને ગહન છે કે, મનન કરતાં ઘણો સમય નીકળી જાય, બરાબર અભ્યાસ કર્યા વિના ધર્મ સરખા છે, બધા ધર્મ સાચા છે કહી દઇએ તે ઠીક નથી. જગતના સઘળા ધર્મમતો એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઇને સરખા કહી દેવા ઉચિત નથી. જૈન ધર્મના સિદ્ધાંતો અખંડ, સંપૂર્ણ અને દયામયછે. જૈન દર્શન પરિપૂર્ણ છે, રાગદ્વેષરહિત છે, સત્ય છે અને જગતના સર્વ જીવોનું હિત ઇચ્છનારછે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા ! આ વચન લખતાં જાણે કૃપાળુ દેવને મહાવીર સ્વામી સાથે વિચરેલા તે બધું તાદેશ થતું જણાય છે ! ૯૬મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૫'માં,
જેને જૈન દર્શન પરિપૂર્ણ ન લાગતું હોય તેણે જિનાગમો અને ઇતર શાસ્ત્રોનું મધ્યસ્થ બુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તોલન કરવું. જેથી ખબર પડશે કે, નગારા પર દાંડી ઠોકીને કહેવાયું હતું કે જૈન દર્શન સર્વોપરી છે તે કેટલું સાચું છે ! પ્રશ્ન થાય કે, જૈન ધર્મ સત્ય છે તો એ વિષે જગતના લોકો અજાણ કેમ રહે છે? તો કહે છે કે, જગત ગાડરિયો પ્રવાહ છે. અનેકાનેક ધર્મમતોની જાળમાંથી સત્ય શોધનારા કોઇક જ છે. જૈન દર્શનને નાસ્તિક કહી દેનારા શ્રી દયાનંદ સરસ્વતી કેવું અસત્ય અને અનર્થકારી શીખવાડી ગયા? ૯૭મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૬’માં, |
જૈન દર્શનને નાસ્તિક કહેનારા એમ વાત ફેલાવે છે કે, ભગવાનમાં કે ઇશ્વરમાં નથી માનતા, માટે એ લોકો નાસ્તિક છે. હકીકતમાં જૈન દર્શન ઇશ્વરને જગત્કર્તા નથી માનતું, ઈશ્વરમાં તો માને છે. જો જગત્કર્તા ઇશ્વર માનો તો, જગત રચવાની શું જરૂર હતી? રચ્યું તો સુખદુઃખ શા માટે મૂક્યાં? મોત શા માટે મૂક્યું?
ક્યા કર્મથી રચ્યું? બધાંને એક સરખા કેમ ન બનાવ્યા? એક જ ધર્મનું પ્રવર્તન કેમ ન રાખ્યું? જગત્કર્તા બેધડકપણે ઉડાવી દેનાર મહાવીર સ્વામી જેવા પુરુષોને જન્મ શા માટે આપ્યો? ઇશ્વરને કોણે બનાવ્યો? આ બધું વિચારતાં જરૂરી લાગે કે, દુનિયા કે માણસો કે પ્રાણીઓ કે જંતુ, કોઇએ બનાવ્યાં નથી. જગત અનાદિ અનંત છે. પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેનારા અધોગતિને પામશે એ વિચારે કૃપાળુદેવને દયા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org