________________
૪૨
વિનયના અર્થમાં જાય છે. કાળાને કાળું, કડવાને કડવું અને અમૃતને અમૃત કહેવું જોઇએ એ વિવેક છે. આત્માને શું કહીએ ? એ તરફ લક્ષ કરાવવા આ પાઠ લખીને કરુણા કરી છે. આત્મા જ્ઞાનદર્શનરૂપ છે જેને અજ્ઞાન, અદર્શને ઘેરી લીધો લાગે છે. સંસારનાં સુખ અનંતીવાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી મોહિની ન ટળી અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે, વૈરાગ્યને કડવો ગણ્યો એ અવિવેક છે. ટૂંકમાં, આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણોની વિચારણા, ઓળખાણ કરી તેમાં રહેવું તે ભાવઅમૃતમાં આવવું એમ કહેવાય અને એ જ વિવેક. વિવેક ધર્મનું મૂળ હોવાથી એ આવતાં ધર્મવૃક્ષ ઊગે, ફાલે ફૂલે. સત્યાસત્ય, હિતાહિત, શુભાશુભ, જડ-ચેતન, આત્મા-અનાત્મા, સુખ-સુખાભાસનો ભેદ કોના વડે પડે ? વિવેક વડે.
વિવેક વિણ સમજાય ના, સત્ય વચન સંતોનાં રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૯ : પ.પૂ.બ્રહ્મચારીજી
૫૨મા પાઠ, ‘જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો ?'માં,
સંસારના સ્વરૂપ સંબંધી વિશેષ વિચારણા છે. અનંત ભવનું પર્યટન જીવે કર્યા કર્યું છે. પરિ+અટ્ । એટલે ચારે બાજુથી રખડવું. ભમરડાની જેમ ભમ્યો છે, અનંત કાળથી પરિભ્રમણ થયા કર્યું છે. અનંત કાળથી અનંત ભવનું અનંત અજ્ઞાન અને અનંત શોકથી સંસારની મોહિનીએ આત્માને જડ જેવો સ્તબ્ધ કરી નાખ્યો છે. સંસારમાં તલ જેટલી જગ્યા પણ ઝેર વિનાની નથી. માટે જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે. તે તો નર્યો દુ:ખનો ભર્યો દરિયો જ છે.
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઇ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
સર્વ વસ્તુ મયાન્વિત મુવિ દૃળાં વૈરાગ્યમેવાભયમ્। ભર્તૃહરિજી ગાઇ ગયા છે તેમ, આ પૃથ્વી પ૨ની સઘળી વસ્તુ ભયવાળી છે, માત્ર વૈરાગ્ય જ અભય છે.
૫૩મા પાઠ ‘મહાવીર શાસન’માં,
મોક્ષમાળા શાસ્ત્રનું આ મધ્યમંગલ મૂક્યું. વર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ થયા, જેમનાં શાસનમાં આપણે સહુ કોઇ જીવી રહ્યાં છીએ. આ નાના પાઠમાં પણ પ્રભુ મહાવીરનાં જીવનની રૂપરેખા આપી દીધી અને સાથે સાથે મોક્ષમાર્ગની પરિસ્થિતિ પણ સમજાવી દીધી. પડતા કાળના પ્રભાવે શાસનનો ઉદ્યોત, ઉદ્ધાર થાય છે પણ જોઇએ તેવું ઉફુલ્લ ન થઇ શકે. શંકા કરવી એ આ હુંડાવસર્પિણી કાળના જીવોનો જાણે જન્મસિદ્ધ અધિકાર થઇ ગયો છે, તે ન કરતાં અનેકાન્ત શૈલીનાં સ્વરૂપને સમજવા પ્રબોધ્યું છે. કારણ કે તેમાં આપણું પરમ મંગળ-કલ્યાણ રહેલું છે. આ મણિ-મોતીની મોક્ષમાળામાં, કીડીયા મોતી રૂપી શંકાની કણી, મતભેદના મણકા અને દોષનાં કાણાં કરીને શા માટે કાળા થવું ?
૫૪મા પાઠ, ‘અશુચિ કોને કહેવી ?’માં,
જૈન મુનિઓના પવિત્ર આચારો ખરેખર મોક્ષદાયક છે. બ્રહ્મચર્યની નવ વાડ સહિતનું આજીવન વ્રતગ્રહણ હોવાથી જીવનભર સ્નાન ન થઇ શકે છતાં મલિનતા લાગતી નથી. ખરેખર તો આત્માના ભાવમલ વગેરે કાઢતાં આત્મા ઉજ્જવલ થાય છે. જ્ઞાની પુરુષોને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. (પત્રાંક ૬૦૦) પરંતુ, ગૃહસ્થને જીવહિંસા કે સંસાર કર્તવ્યથી થયેલી અશુચિ ટાળવા ઓછા દોષ થાય તેમ સ્નાન વગેરે કરવાનું કહ્યું છે.
૫૫મા પાઠ ‘સામાન્ય નિત્યનિયમ'માં,
બધાંએ કરવા યોગ્ય નિત્ય નિયમની વાત છે. પ્રભાત પહેલાં બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને મંત્રસ્મરણથી માંડીને રાત્રે સર્વ જીવને ક્ષમાવી, સમાધિ ભાવે શયન કરવાનું કહ્યું છે. રાત્રે કદાચ દેહ છૂટી જાય તો શાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org