________________
૬૬મા પાઠ ‘સુખ વિષે વિચાર ભાગ ૬’માં,
કેવળ લક્ષ્મી ઉપાર્જનમાં પડ્યાછે તે નિરંતર દુઃખી જ છે. જેણે ઉપજીવિકા જેટલાં સાધન જ રાખ્યાં છે અને સંસારથી ત્યાગી જેવો છે તે સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરનારા નિગ્રંથો પરમ સુખી છે. કેવળ જ્ઞાની ભગવંતો સંપૂર્ણ સુખી છે. મુક્તાત્મા તો અનંત સુખમય જછે. સુખીની સંકલના પણ કેટલી સુખદ લાગે છે ?
૬૭મા પાઠ ‘અમૂલ્ય તત્ત્વ વિચાર'માં,
મોક્ષમાળાના મંગળ સર્જન સમયે જ આ પાઠ પર શાહી ઢોળાઇ જતાં ફરી લખવો પડ્યો તે ‘બહુ પુણ્ય કેરા પુંજથી'નું સુપ્રસિદ્ધ, આબાલવૃદ્ધને પ્રિય એવું પદ. હરિગીત છંદમાં એટલે શુદ્ધાત્માનું જ ગીત આત્મશુદ્ધિને અર્થે. આ કાવ્યમાં મનુષ્ય ભવની દુર્લભતા દર્શાવી ધનદોલત, અધિકાર, પરિવારના આરોપિત સુખમાં મોક્ષસાધન ન રહી જાય તે વિષે ચેતાવ્યા છે. હું કોણ ? ક્યાંથી થયો ? મારું ખરું સ્વરૂપ શું છે ? કોના સંબંધે વળગણા - કર્મવર્ગણા છે ? રાખું કે ત્યાગું ? આ પાંચ પ્રશ્નોના વિચાર વિવેકપૂર્વક અને વળી શાંતભાવે કરવામાં આવે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ એમને એમ થતી નથી. માટે આત્મત્વ પ્રાપ્ત પુરુષનાં વચન પર વિશ્વાસ રાખવા કહ્યું અને આત્માને સંસારથી તારો તથા તારા-તમારા આત્માને તારો એમ બેવડા અર્થમાં લખ્યું લાગે છે. છેલ્લે, સર્વ આત્માને દ્રવ્યદૃષ્ટિથી સમાન જોવાનું કહીને હૃદયમાં લખી રાખવા બોધ્યું છે. એવી સમષ્ટિ, સમભાવ અને સમપરિણતિમાં મોક્ષમાર્ગ રહેલો છે.
-
ચારિત્ર્ય છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે; તે સામ્ય જીવનો મોહ ક્ષોભવિહીન નિજ પરિણામ છે. પ્રવચનસાર, ગાથા ૭ : શ્રી કુંદકુંદાચાર્યજી
૬૮મા પાઠ ‘જિતેન્દ્રિયતા’માં,
મન જીતવાની વાત કહી છે. ઉપદેશામૃતજીમાં પ્રભુશ્રીજી પ્રકાશે છે, ‘એગ જિયે જિયે પંચ, પંચ જિયે જિયે દશ' એટલે એક મન જીતતાં પાંચ ઇન્દ્રિયો જીતાયછે, એ પાંચ જીતી જતાં ચાર કષાય જીતાય છે. આમ કુલ દશ ૫૨ જીત મેળવાય છે. મનને અશ્વ કહ્યો છે, જે જ્ઞાનરૂપી લગામ વડે અંકુશમાં રાખી શકાય છે. મન જીતવા માટે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. આપણે એથી દોરાવું નહીં પણ આપણે તેને દોરવું, અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં.
Jain Education International
श्रुत्वा स्पृष्टवा च दृष्टवा च भुक्त्वा घ्रात्वा च यो । न हृष्यति ग्लायति वा स विज्ञेयो जितेन्द्रियः ॥ મનુસ્મૃતિ અધ્યાય ૨, શ્લોક ૯૮
૪૫
અર્થાત્ સાંભળીને, સ્પર્શીને, જોઇને, સ્વાદીને, સૂંઘીને જેને હર્ષ થતો નથી કે ગ્લાનિ થતી નથી તેને જિતેન્દ્રિય જાણવો. જિતેન્દ્રિય જ નીરાગી, નિગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઇ શકે છે. માટે અભ્યાસ વડે મન જીતીને સ્વાધીન થતાં સ્વરાજ (મોક્ષ) મળે.
હિરગીત
જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, અધિક જાણે આત્મને; નિશ્ચય વિષે સ્થિત સાધુઓ, ભાખે જિતેન્દ્રિય તેહને.
શ્રી સમયસારજી પદ્યાનુવાદ ગાથા ૩૧ : શ્રી હિંમતલાલભાઇ શાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org