________________
૪૭ મળવાથી હું કહી શકતો નથી. બીજું દૃષ્ટાંત, સ્વપ્ન વિનાની નિદ્રાનું છે, જેમાં જગત જાણી-જોઇ શકાય છે અને સાથે ઊંઘનું ઉપાધિ વિનાનું સુખ માણી શકાય છે પણ વર્ણન શી રીતે થાય? ૭૪મા પાઠ “ધર્મધ્યાન ભાગ ૧'માં,
ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરવા યોગ્ય ધ્યાન છે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ત્યાગવા યોગ્ય ધ્યાન છે. કોઇપણ વિષયમાં ચિત્તની એકાગ્રતા થવી તે ધ્યાન છે. ધર્મધ્યાનના મુખ્ય ૪ ભેદ છે. આજ્ઞાવિચય ધ્યાન કહેતાં સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે કહ્યું છે તે સત્ય છે. ન સમજાય તો ય શંકા કરવા જેવું નથી પણ તેમની આજ્ઞા આરાધવી તે. અપાય વિચય ધ્યાન કહેતાં, અપાય એટલે દુઃખ. રાગ, દ્વેષ, કામ, ક્રોધવશાતુ દુ:ખ ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરીને તે તે આશ્રવ માર્ગ છોડીને સંવર માર્ગ ગ્રહણ કરવાનો વિચાર કરવો તે. વિપાક વિચય ધ્યાન કહેતાં વિપાક એટલે પરિણામ, ફળ. જીવ જે સુખદુઃખનો અનુભવ કરે છે તે સઘળો કર્મફળના ઉદયવશાત્ કરે છે. તે ઉદયમાં રાગ-દ્વેષ ન કરતાં સમભાવે રહેવું એમ ચિંતવવું તે. સંસ્થાન વિચય ધ્યાન કહેતાં, સંસ્થાન એટલે આકાર. ત્રણ લોકના આકારનું સ્વરૂપ ચિંતવી, કેવળી ભગવંતો નિગ્રંથ ભગવંતો, સિદ્ધાત્માઓને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન અને પર્યપાલન કરવાની ભાવના કરવી છે. આ ચાર ભેદ વિચારતાં અનંત જન્મમરણ ટળતાં મોક્ષ થાય. ૭૫મા પાઠ “ધર્મધ્યાન ભાગ ૨'માં, |
ધર્મધ્યાનનાં ૪ લક્ષણ કહ્યાં છે, લક્ષણ એટલે ચિન. આજ્ઞા, નિસર્ગ, સૂત્ર અને ઉપદેશ એમ ૪ રુચિ તે ૪ લક્ષણ છે. વીતરાગ પ્રભુની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ, કુદરતી-સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિ જ્ઞાને ધર્મ કરવાની રુચિ, શ્રત-સુત્રજ્ઞાનનાં શ્રવણ-મનન-પઠનની રુચિ અને તીર્થકર ભગવંત કે સદગુરુ જ ઉપદેશ સાંભળવાની રુચિ તે ધર્મધ્યાનનાં ૪ લક્ષણ છે. ધર્મધ્યાનના ૪ આલંબનમાં, વાંચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથા છે. વિનયપૂર્વક સપુરુષ પાસે સૂત્રતત્ત્વનું વાંચન, વિનયપૂર્વક સંશય નિવારણ માટે પ્રશ્ન પૂછવા, શુદ્ધ ઉપયોગ સહિત વારંવાર સૂત્રાર્થનો સ્વાધ્યાય, વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઇને, ગ્રહીને, નિશ્ચય કરીને, નિર્જરા અર્થે સભામાં કહીએ તે ધર્મકથા. હવે ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા છે તે એકત્વ, અનિત્ય, અશરણ અને સંસાર ભાવના. એકત્વ અનુપ્રેક્ષામાં બધેથી ભાવને છૂટો કરે. હું એક છું, અસંગ છું, જે સંગ છે તે નાશવંત છે. બધાની વચ્ચે પણ પોતાને એકલો માને. અનિત્ય ભાવનામાં પરમ પડોશી દેહ પણ નશ્વર છે એમ માને. અશરણ અનુપ્રેક્ષામાં અનિત્ય પદાર્થ બચાવે તેમ નથી એવું લાગે. સંસાર અનુપ્રેક્ષામાં ચાર ગતિ રૂપ સંસારમાં હવે પડવું નથી એટલે કે તેના પ્રતિપક્ષી મોક્ષમાં જવું છે. ૭૬મા પાઠ “ધર્મધ્યાન ભાગ ૩'માં,
| ધર્મધ્યાનથી આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. આ સોળ ભેદમાં ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે છતાં અનુક્રમથી લેવાય તો વિશેષ લાભનું કારણ ગણ્યું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં, આત્માના શ્રવણ-મનન-નિદિધ્યાસનના પ્રકાર મૂક્યા છે પણ આ તત્ત્વપૂર્વક પૃથક પૃથક્ સોળ ભેદ અપૂર્વ છે. કદાચ આપણે ધર્મધ્યાનનો કાયોત્સર્ગ આજ સુધીમાં અનેકવાર કર્યો હશે તો પણ પરમકૃપાળુદેવે આ મોક્ષમાળામાં સ્થાન આપ્યું છે તો ફરી ફરી પુનરાવર્તન અને પરાવર્તનનો પ્રયત્ન કરીએ. ૭૭મા પાઠ ‘જ્ઞાન સંબંધી બે બોલ ભાગ-૧'માં,
જ્ઞાન જેવા શબ્દનો અગાધ વિસ્તાર હોય. અહીં સંક્ષેપમાં મૂકવું છે તેથી ‘બે બોલ' લખ્યું હશે. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. મિથ્યાત્વ સહિત જ્ઞાન તે અજ્ઞાન છે. સમ્યક્ દર્શન થતાં તે જ્ઞાન પણ સમ્યફ થાય છે. પછી ચારિત્રમોહનો ક્ષય કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. તો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે તે પ્રગટ કરવા માટે આ પાઠમાં ઉપદેશ છે. જ્ઞાનની શી આવશ્યકતા ? અનંત કાળથી અનંતી વાર જે દુઃખ સહ્યું તે માત્ર અજ્ઞાનથી. આ અજ્ઞાન ટાળવા જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org