________________
૪૩
શાંત ભાવે સમાધિમરણ થાય. આ સામાન્યનિયમ બહુ લાભદાયક એટલે કે સુખશાંતિદાયક થશે અને વિશેષ મંગળદાયક એટલે મોક્ષદાયક થશે, મૂકી દીધો ને મોક્ષમાર્ગ?
૫૬મા પાઠ ‘ક્ષમાપના’માં,
પોતે કરેલા દોષોની ભગવાન પાસે ક્ષમા યાચે છે. મોટામાં મોટી ભૂલ એ છે કે જીવને મુમુક્ષુતા આવી નથી. પોતાના દોષ અપક્ષપાતે જુએ તો મુમુક્ષુતા આવે. ‘હું બહુ ભૂલી ગયો’ એમ ખરેખર વેદાઇ જાય તો પોતાની અનાથતા અને લઘુતાનાં બળે અને સર્વજ્ઞ પ્રભુનાં શરણે કેવલી કથિત તત્ત્વનો આશ્રય અને શ્રદ્ધાન થતાં જીવ મોક્ષગામી થઇ જાય. માત્ર આ શિક્ષાપાઠના અંતે ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ લખીને ‘શાન્તિપાઠ’નું સ્વરૂપ આપી દીધું છે. હજારો મુમુક્ષુઓ આ પાઠ સહિત આજે આજ્ઞાભક્તિ વડે આત્મારાધન કરે છે.
૫૭મા પાઠ ‘વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે’માં,
વૈરાગ્યનો મહિમા ગાયો છે. ૫૨મો પાઠ વૈરાગ્યનો જ હતો, આ ૫૭મો પાઠ પણ વૈરાગ્યનો મૂક્યો. જગતમાં ચાલી રહેલા અનેક ધર્મમતમાં સાચો ક્યો ? તે વિચારવા ધર્મનું સ્વરૂપ શું છે ? તો કહે છે કે, વૈરાગ્ય. વીતરાગનો માર્ગ એટલે વૈરાગ્યનો જ રસ્તો. ગૃહ, કુટુંબાદિ ભાવોને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. (પત્રાંક ૫૦૬) આત્મવસ્ર ધોનાર નિગ્રંથ ગુરુ છે પણ અદ્વૈતનાં કહેલાં તત્ત્વરૂપ સાબુ, વૈરાગ્ય રૂપી જળ, ઉત્તમ આચાર રૂપ પથ્થર હોય ત્યારે. વૈરાગ્ય ન હોય તો સાહિત્ય શું કરે ? “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.'' (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૭)
૫૮મા પાઠ ‘ધર્મના મતભેદ ભાગ ૧’માં,
આ દુનિયામાં અનેક પ્રકારે ધર્મના મત પડેલા છે. કોઇ નીતિને, કોઇ જ્ઞાનને, કોઇ અજ્ઞાનને, કોઇ ભક્તિને, કોઇ ક્રિયાને, કોઇ વિનયને, કોઇ શરીર સાચવવું એને ધર્મ કહે છે. વળી એ બધાંને એમ લાગે છે કે, અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. વાદી અને પ્રતિવાદી બન્ને સાચા હોતા નથી, બન્ને ખોટા હોતા નથી. ઓછા વત્તા સાચા ખોટા હોય. તો હવે શું માનવું ? તેનો ખુલાસો સત્ય, મધ્યસ્થ ભાવયુક્ત, ઉત્તમ અને વિચારણીય છે તેમ કૃપાળુ દેવ કહે છે. ‘આ તો અમને ખબર છે' એમ સામાન્યપણું ન કરતાં, સૂક્ષ્મ વિચાર કરી જોવા કહે છે જેથી ખુલાસાની સાચી ખબર પડશે અને મર્મ સમજાશે.
૫૯મા પાઠ ‘ધર્મના મતભેદ ભાગ ૨’માં,
એક ધર્મને સંપૂર્ણ સત્ય કહેતાં, બાકીની ધર્મમતને કેવળ અસત્ય કહેવાનો વારો આવે પણ કૃપાળુદેવ તેમ કરતા નથી. તેમણે બાકીના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહ્યા છે. કોઇ નય ન દુભાય તેવી, કેવી મઝાની શૈલી ? આમ આડકતરી રીતે, સંપૂર્ણ અને નિર્દોષ દર્શનથી મોક્ષ છે, માર્ગ છે તેમ સ્પષ્ટ લખી જણાવ્યું. ૬૦મા પાઠ ‘ધર્મના મતભેદ ભાગ ૩’માં,
કુળધર્મમાંથી મૂળ ધર્મ ૫૨ લઇ જવા વિષે છે. જ્ઞાનથી મોક્ષ માનનારા એકાંતિક, ક્રિયાથી મોક્ષ માનનારા એકાંતિક, વળી જ્ઞાન અને ક્રિયા બન્નેથી મોક્ષ માનનારા તેનાં યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેના ભેદ શ્રેણીબંધ નથી કહી શક્યા. નીરાગીનું દર્શન પૂર્ણ દર્શન છે, એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી પુરુષ હતા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબત વિષે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બોધ એમાં કરેલો છે. નાનામાં નાના જંતુની રક્ષાનો અને કોઇ પણ આત્માની શક્તિનો પ્રકાશ કરવાની એમાં વાત છે. ‘મોક્ષમાર્ગ તોળ્યો અક્કળ તરાજુએ રે.' અહીં આપણને યાદ આવી જાય કે, કોઇને મેં ઓછો-અધિકો ભાવ કહ્યો નથી કે કોઇને મેં ઓછું અધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે. (પત્રાંક ૮૯)
૬૧મા પાઠ ‘સુખ વિષે વિચાર ભાગ ૧’માં,
Jain Education International
દરિદ્ર બ્રાહ્મણ દેવનું ઉપાસન ક૨ી લક્ષ્મી પ્રાપ્તિનો વિચાર કરે છે. દેવ કદાચ તુષ્ટમાન
For Private & Personal Use Only
www.jainelibrary.org