________________
૩પ.
૧૯મા પાઠ “સંસારને ચાર ઉપમા ભાગ ૧'માં,
| સંસારને પહેલી ઉપમા સમુદ્રની આપી છે. વિષયો રૂપી મોજાં, ઉપર ઉપરથી સપાટ, વિષય પ્રપંચમાં ઊંડો અને મોહરૂપી ભમરીવાળો, તૃષ્ણારૂપી કાદવ, કામિની રૂપ ખરાબા અને કામરૂપી તોફાન, માયા રૂપી અગ્નિથી પ્રજવલિત અને પાપ રૂપી જળથી ઊંડો ને ઊંડો થતો જતો સંસાર ખરેખર દરિયો જ છે. દરિયાની ખારાશ અનુભવે અને એકરાર કરે તો દરિયાપારની મીઠાશ માણવાની જિજ્ઞાસા થાય.
બીજી ઉપમા અગ્નિની આપી છે. અગ્નિમાં મહાતાપ છે તેમ સંસારમાં ત્રિવિધ તાપ છે. આધિ-વ્યાધિ અને ઉપાધિ. અગ્નિમાં ઘી-ઇંધન હોમાય છે તમ સંસારમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપી ઇંધણ હોમાય છે.
' ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધારામાં સીંદરી સાપ લાગે તેમ સંસારમાં સત્ય અસત્યરૂપ લાગે. અંધારામાં આમ તેમ ભટકે તેમ ચાર ગતિમાં ભટકે છે. અંધારામાં કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી તેમ સંસારમાં વિવેક અને અવિવેકનું જ્ઞાન થતું નથી. અંધારામાં છતી આંખે અંધ તેમ છતી શક્તિએ સંસારમાં અંધ બની જાય છે. અંધારામાં ઘુવડ વગેરેનો ઉપદ્રવ વધે તેમ સંસારમાં લોભ, માયાનો ઉપદ્રવ વધે છે. ૨૦મા પાઠ “સંસારને ચાર ઉપમા ભાગ ૨'માં,
ચોથી ઉપમા ગાડાના પૈડાની આપી છે. ગાડામાં ધરી, આરાછે તેમ સંસાર પણ મિથ્યાત્વ રૂપી ધરીથી અને પ્રમાદ, શંકા વગેરે આરાથી ટકી રહ્યો છે.
- આ ઉપરાંત પણ સંસારને કૂવાની, નાટકની અને વનની ઉપમા અપાય છે તે ખરી છે. સંસાર રોગ જ છે પણ તેનું નિવારણ છે, મોક્ષ છે. સંસાર સમુદ્ર સદ્ગુરુ રૂપી નાવિકથી પાર ઊતરી શકાય છે, સંસાર અગ્નિ વૈરાગ્ય જળથી બુઝાવી શકાય છે, સંસારનો અંધકાર (મિથ્યાત્વ) તત્ત્વજ્ઞાન રૂપી દીવાથી મિટાવી શકાય છે અને સંસારચક્ર રાગ-દ્વેષના પૈડાં કાઢી નાખીએ તો અટકાવી શકાય છે.
આમ સંસારનો પ્રતિપક્ષી મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. ૨૧મા પાઠ “બાર ભાવના”માં,
વૈરાગ્યની જનની એવી બાર ભાવનાનું સ્વરૂપ વિચારવા પર ભાર મૂક્યો છે. ‘ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય’ (પત્રાંક ૧૦૭). જીવનો મૂળ ધર્મ અવિનાશી છે, માત્ર ધર્મનું જ શરણ સત્ય છે, સંસાર મારો નથી - હું મોક્ષમયી છું, આત્મા એકલો આવ્યો છે, એકલો જશે, કોઇ કોઇનું નથી, આ અશુચિમય શરીરથી હું ન્યારો છું, રાગ-દ્વેષ-અજ્ઞાન વગેરે આસ્રવ છે, જ્ઞાન-ધ્યાનમાં વર્તન કરવી, જ્ઞાન સહિત ક્રિયા કરવી, લોકસ્વરૂપ વિચારતાં દષ્ટિ વિશાળ થવી, બોધ પામવો દુર્લભ છે, ધર્મનો બોધ દેનારા ગુરુ અને ધર્મનું શ્રવણ પણ દુર્લભ છે – આ બાર ભાવનાના શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી ઉત્તમ પદ યાને મોક્ષપદની પ્રાપ્તિ છે. આમ આ પાઠમાં આ રીતે મોક્ષનો માર્ગ ચીંધી દીધો છે. ૨૨મા પાઠ “કામદેવ શ્રાવક'માં,
દ્વાદશ ભાવનાથી ભૂષિત દ્વાદશ વ્રતધારી કામદેવ શ્રાવક મહાવીર સ્વામીના સમયમાં થઇ ગયા. ઇંદ્ર સુધર્મા સભામાં કામદેવ શ્રાવકની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એક દેવથી તે સહન ન થતાં. કાયોત્સર્ગલીન કામદેવ શ્રાવકને અનેક પરિષહ કર્યા પણ કામદેવ શ્રાવક ન જ ચળ્યા. નિગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરીને દઢ રહેવું. એવી દઢતાથી અને એકાગ્રતાથી કરેલા કાર્યોત્સર્ગથી નિર્દોષતા પ્રગટે છે જે મોક્ષે લઇ જાય છે. ૨૩મા પાઠ “સત્ય”માં,
પાઇ જેટલા દ્રવ્યના લાભ માટે કે આજે વ્યાજના એક રૂપિયા માટે ધર્મની શાખ કાઢનારા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org