________________
૩૮
પ્રાપ્ત કરવા સદ્દગુરુનો વિનય કરવો જ જોઇએ. પ્રભુશ્રીજીના શબ્દોમાં, વનો વેરીને વશ કરે. એટલે કે, વિનય એ ઉત્તમ વશીકરણ છે. શ્રી ઉત્તરાધ્યયન' સૂત્રનાં ૩૬ અધ્યયનમાં પ્રથમ અધ્યયનથી પ્રથમ ગાથા છે :
संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खूणो । विणयं पाउ करिस्सामि आणुप्पुर्वि सुणेह मे ।
૫.પૂ.બ્રહ્મચારીજીએ પણ શ્રી દશવૈકાલિકજી સૂત્રમાંથી ‘વિનય સમાધિ'નામે અધ્યયનનો પદ્યાનુવાદ બોધામૃતમાં આપ્યો. શા માટે? વિનય ધર્મનું મૂળ છે. વિનય કરે અને શ્રી ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરે, જ્ઞાન થાય, વિરતિ આવે, ચારિત્ર મોહ ટળે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને મોક્ષે જાય. “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ' શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૨૦. ૩૩મા પાઠ “સુદર્શન શેઠ'માં,
| ઉત્તમ ગૃહસ્થને આદર્શરૂપ એવા એકપત્નીવ્રતને દઢપણે પાળનાર સુદર્શન શેઠ નામના સપુરુષનું કથાનક આપ્યું છે. જેનું નામ તેવા ગુણ ધરાવતા સુદર્શન શેઠ છે. મહાવીર સ્વામીના સમય પહેલાંની કથા છે જે સમયે બહુપત્નીત્વ તદ્દન સામાન્ય હતું. છતાં એકપત્નીવ્રતધારી સુદર્શન શેઠ પર મોહ પામેલી અભયા રાણીએ તેને ચલાવવા કરેલા સર્વ પ્રયત્નો વ્યર્થ થયા ત્યારે તેના પર આરોપ મૂકી તેને ફાંસીએ ચઢાવવાનો હુકમ કરાવ્યો પણ શીલના પ્રભાવથી શૂળી ફટીને ઝળહળતું સોનાનું સિંહાસન થયું. સત્ અને શીલ મોક્ષમાર્ગની પવિત્ર શ્રેણીએ ચઢાવે છે. ૩૪મા પાઠ “બ્રહ્મચર્ય વિષે સુભાષિત'માં,
બ્રહ્મચર્ય વિષે સુંદર કાવ્ય છે. વૃદ્ ધાતુ પરથી બ્રહ્મ શબ્દ બન્યો છે. મોટામાં મોટો તે આત્મા-બ્રહ્મ. તેમાં ચરવું-રમવું તે બ્રહ્મચર્ય પાત્ર થવા માટે બ્રહ્મચર્યને નિરંતર સેવવાનો આમાં સદુપદેશછે. હાથનોંધ ૩/૧૯માં જણાવ્યા મુજબ, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભુત, અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. સ્થૂળ દૃષ્ટિએ બ્રહ્મચર્ય એટલે મૈથુન ન સેવવું તે. સૂક્ષ્મ દૃષ્ટિએ આત્મરમણતા તે ખરું બ્રહ્મચર્ય. ૩૫માં પાઠ “નવકાર મંત્ર’માં,
સકળ જગતમાં પાંચ પરમ ઉત્કૃષ્ટ છે તે કોણ? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચ પરમ ગુરુને નમસ્કાર કરવાનો મંત્ર તે નવકાર મંત્ર. સર્વોત્તમ અંગભૂષણના સત્ય ગુણનું ચિંતવન એટલે સહજાત્મસ્વરૂપનું જ ચિંતવન છે. આ પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું ચિંતન એટલે પોતાનાં શુદ્ધ, સહજ આત્મસ્વરૂપનું પણ ચિંતન છે. કૃપાળુ પ્રભુએ તો મંત્ર પણ આપી દીધો આપણને કે, સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ. મંત્ર એટલે મનને તારે તે. મંત્ર એટલે રહસ્ય. મંત્રસ્મરણ મોક્ષનાં દ્વારનું ઉદ્ઘાટન કરે છે. ૩૬મા પાઠ “અનાનુપૂર્વમાં,
મનની સ્થિરતા માટે પિતા-પુત્રના સંવાદ રૂપે નિર્જરા કરવાનાં સાધન તરીકે કોષ્ટક દર્શાવ્યું છે. મંત્ર, અનાનુપૂર્વી, સામાયિક, પ્રતિક્રમણ એ બધામાં નિર્જરા થાય છે માટે એ ક્રમ રાખ્યો લાગે છે. એમ કર્મનિર્જરા થતાં થતાં મોક્ષ પણ થઇ જાય. ૩૭મા પાઠ “સામાયિક વિચાર ભાગ ૧'માં,
મોક્ષમાર્ગનો લાભદાયક ભાવ જે વડે ઊપજે તે સામાયિક, કહીને તેનું મહત્ત્વ કહ્યું છે. મુનિને તો જીવનપર્યત સામાયિકની પ્રતિજ્ઞા હોય છે. ગૃહસ્થને સામાયિક દરમ્યાન મુનિ જેવો કહી શકાય. આત્મશક્તિનો પ્રકાશ કરનાર સામાયિક વ્રત ક્રોધાદિ કષાયને દૂર કરી, સમ્યફ જ્ઞાનદર્શનને પ્રગટ કરાવી, સમાધિ ભાવમાં સ્થાપી, નિર્જરા કરાવી, રાગદ્વેષ રહિત મધ્યસ્થ બુદ્ધિ કરાવે છે. આ બધાંને પરિણામે મોક્ષ થાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org