________________
૨૯ તો આ કળિયુગમાં આવી પડેલા શ્રીમદ્ રાજચંદ્રજીએ સ્વયં શ્રીમુખે પ્રકાડ્યું છે કે, અમારો વૈરાગ્ય ‘યોગવાસિષ્ઠ'ના વૈરાગ્ય પ્રકરણમાં વર્ણિત શ્રી રામચંદ્રજીના જેવો હતો, તે એટલા સુધી કે, અમે ખાધું છે કે નહીં તેની સ્મૃતિ રહેતી નહી. તમામ જિનાગમ અમે સવા વર્ષની અંદર અવલોક્યો હતો. વાહ પ્ર ત્યારથી જ દેહાતીત દશા હતી ! આમ ભૂતકાળના રામચંદ્રજીનો વર્તમાન કાળના રાજચંદ્રજીએ સત્યકાર કરાવ્યો છે. ‘રામાયણ'ની જેમ “રાજાયણ ભાવનાબોધ-મોક્ષમાળા'માં તેનું સહજ સ્મરણ થાય છે.
જે જગમાં લેવાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ધરી રાજચંદ્ર ગુરુ નિશદિન સેવે સ્વરૂપ ૨મા; મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો, વારંવાર કરું હું વંદન, ગુરુ ભક્તિ મુજ માંહિ વહો.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૪૨ : પ.પૂ.બ્રહ્મચારીજી
મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવતો ગ્રંથ લખવાનો વિચાર તો ફૂર્યો જ હતો ત્યાં કૃપાળુ દેવને તેની પ્રેરણાનું નિમિત્ત શ્રી રેવાશંકરભાઇ ઝવેરી અને શ્રી પોપટભાઇ દતરીની વિનંતિ બન્યા. વળી કચ્છથી વવાણિયા પધારેલાં ત્રણ સ્થાનકવાસી સાધ્વીજી (પૂ.મોંઘીબાઇ, પૂ.જડાવબાઇ, પૂ.દિવાળીબાઇ મ.સ.)ની જિનાગમ સમજવાની જિજ્ઞાસા પણ જોર કરી ગઇ.
મોરબીમાં દફતરી શેરીમાં આવેલ શ્રી વિનયચંદ્ર (વનેચંદભાઇ) પોપટલાલભાઈ દફતરીના મકાનમાં બીજે માળે ત્રણ જ દિવસમાં, ચૈત્ર માસમાં, ૧૬ વર્ષને ૫ માસની વયે, જગતના જીવોનાં કલ્યાણ કાજે શાસ્ત્ર સર્જી દીધું કે ગ્રંથ ગૂંથી દીધો તે મોક્ષમાળા. પછી કૃપાળુદેવ વવાણિયા પધારતાં, આ મોક્ષમાળાની હસ્તપ્રતનાં પ્રથમ દર્શન અને શ્રીમુખે સમજવાનું સૌભાગ્ય પણ ત્રણ સાધ્વીજીને સાંપડ્યું. - ચૈત્ર માસ એટલે ચિંતનનો માસ. વિ ધાતુ પરથી ચિદુ, ચૈતન્ય, ચિત્ત, ચૈત્ર, નિશ્ચય શબ્દ બન્યા. આ કાળના આદિ દેવ શ્રી ઋષભ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણક ચૈત્ર વદ ૮ છે, મારવાડી મિતિ મુજબ.
આ કાળના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનું જન્મ કલ્યાણક ચૈત્ર સુદ ૧૩ છે, આ કાળના ચોવીસે જિનદેવનાં મળી કુલ ૧૭ કલ્યાણક પણ ચૈત્ર માસમાં છે. આ દુષમ કાળના તરણ તારણ શ્રી રાજચંદ્ર દેવનું નિર્વાણ કલ્યાણક પણ ચૈત્ર માસમાં છે.
મહાવીર પ્રભુના જન્મને ૨૬૦૦ વર્ષ થયા ત્યારે રાજપ્રભુનાં નિર્વાણને ૧૦૦ વર્ષ થયાં, કેવો યોગાનુયોગ ? મોક્ષની મંગળ માળાનું સર્જન થઈ ગયું.
માળાના મણકા ૧૦૮ તેમ મોક્ષમાળાના શિક્ષાપાઠ પણ ૧૦૮ છે. શા માટે ૧૦૮? પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણના સ્મરણ માટે હોઇ શકે. સંરંભ, સમારંભ અને આરંભને મન-વચન-કાયાના યોગ વડે ગુણતાં ૯, તેને ક્રોધ-માન-માયા-લોભ એ ૪ કષાય વડે ગુણતાં ૩૬, તેને કરવું-કરાવવું અને અનુમોદવું એમ ૩ પ્રકારે ગુણતાં ૧૦૮ પ્રકારે રોજ પાપવૃત્તિ થતી હોવાથી તેની સ્મૃતિ રાખીને તે ન થવા દેવા માટે પણ ૧૦૮ની સંખ્યા હોઇ શકે. રોજના ૨૧,૬૦૦ શ્વાસ લઇએ છીએ. માત્ર દિવસના ગણીએ તો ૧૦,૮૦૦થાય. કળિયુગમાં ભાવપૂર્વક ૧ મણકો કે પુષ્પ લો તો ૧૦૦ ગણું ગણાય એટલે એ રીતે ૧૦૮ થાય. વળી ૧૨ રાશિ X ૯ ગ્રહ અથવા ૪ દિશા X ૨૭ નક્ષત્ર ગણતાં ચારે દિશામાં અને અખિલ બ્રહ્માંડમાં મોક્ષમાળાનું પ્રવર્તન તે રીતે પણ ૧૦૮ હોઇ શકે. ઋગ્વદના સૂક્ત પણ ૧૦૮છે. ઉપનિષદ્ પણ ૧૦૮ મુખ્ય છે. રવિની ૬ વર્ષની, ચંદ્રની ૧૫ વર્ષની, મંગળની ૮ વર્ષની, બુધની ૧૭ વર્ષની, ગુરુની ૧૯ વર્ષની, શુક્રની ૨૧ વર્ષની, શનિની ૧૦ વર્ષની અને રાહુની ૧૨ વર્ષની મહાદશા મળી કુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org