________________
મોક્ષમાળા એટલે મોક્ષને લગતી બાબતની જ વાત. મોક્ષનું જ બીન વાગે.
પોતાનું લક્ષ્મીનંદન' નામ પણ સાર્થક કરતા હોય તેમ ‘લઘુજિનનંદન’ની અદાએ મોક્ષલક્ષ્મી લટકાં કરે તેવી મોક્ષમાળાની રચના કરી દીધી.
માળા સાહિત્યમાં મનનો મણકો પરોવીએ તો, શ્રી ઉદ્યોતનસૂરિ રચિત કુવલયમાલા નામે ચપૂકાવ્ય છે, શ્રી શંકરાચાર્ય કૃત મણિરત્નમાળા છે, શ્રી શંકરાચાર્ય કૃત પ્રશ્નોત્તર રત્નમાલિકા છે, શ્રી ચંદ્રકવિ કૃત વૈરાગ્ય મણિમાળા છે, શ્રી વિમલસૂરિ રચિત પ્રશ્નોત્તર માળા છે, શ્રી ચિદાનંદજી કૃત પ્રશ્નોત્તર રત્નમાળા છે, શ્રી ધર્મદાસગણિ કૃત ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા છે, શ્રી નેમિચંદ્ર ભટ્ટારક રચિત પણ હોઇ શકે. શ્રી અનંતવીર્ય લઘુ આચાર્ય કૃત પ્રમેય રત્નમાલિકા છે, શ્રી વિનયચંદ્ર આચાર્ય કૃત ઉપદેશમાળા છે, શ્રી સકલભૂષણ આચાર્ય કૃત ઉપદેશ રત્નમાળા છે, શ્રી રાજર્ષિ અમોઘવર્ષ કૃત પ્રશ્નોત્તર રત્નમાળા છે, શ્રી ધર્મદાસ ગણિ વિરચિત ઉપદેશ માળા છે, શ્રી જયકીર્તિ કૃત શીલોપદેશ માલા છે, શ્રી કવિરાજ નેમિદાસ શાહ કૃત ધ્યાનમાલા તથા અધ્યાત્મ સાર માલા છે, શ્રી દયારામ ભક્તકવિ કૃત પ્રશ્નોત્તરમાળા છે. શ્રી રત્નરાજ સ્વામી કૃત રત્નસંચય કાવ્યમાલા છે, વિવિધ સ્તોત્રોની સંકલિત કાવ્યમાલા છે, શ્રી રામચંદ્ર જૈન શાસ્ત્રમાળા છે, શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પુષ્પમાળા છે અને અત્રે મોક્ષમાર્ગ પ્રસ્તુત મોક્ષમાળા છે. પ.પૂ.બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા છે.
આ કળિયુગના “ચંદ્રની વાત કરતી વેળાએ ત્રેતાયુગના ‘ચંદ્રની વાત કરું. બધી વિદ્યા ભણીને, તીર્થાટન કરીને શ્રી રામચંદ્રજી ઘરે આવે છે પણ ઘરે કંઇ ગમતું નથી, જામતું નથી.
સોળ વર્ષ પૂરા નથી થયાં છતાં વૈરાગ્ય; - જાગ્યો ઉરમાં એકદમ, ધન્ય રામ મહાભાગ્ય. ચિત્રિત નરસમ શૂન્ય મન, મૌન રહે નિષ્કર્મ; સેવક વિનવે તો ય તે વિસરે દૈહિક ધર્મ.
લઘુ યોગવાસિષ્ઠસાર પદ્યાનુવાદ : પ.પૂ.બ્રહ્મચારીજી
ચિત્રમાં ચીતરેલા મનુષ્યની જેમ શૂન્યમનસ્ક થઇને વર્તતા રામચંદ્રજીને રાજસેવકો વિનવે તો યે દૈહિક ધર્મ વીસરી જાય તેટલો વૈરાગ્ય હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org