________________
મોક્ષમાળામાં મોક્ષમાર્ગ
મોક્ષમાર્ગ દાતા નમું, રાજચંદ્ર ગુરુ સાર; ઉર્વશી સમ ઉરે વસો, સદા પરમ આધાર.
૫.પૂ.બ્રહ્મચારીજી
હે મોક્ષમાર્ગના દાતા પરમ ગુરુ રાજચંદ્ર ભગવંત ! આપનો મને પરમ આધાર છે અને સદા સદાને માટે
ઉર્વશીની જેમ મારા ઉરમાં વસી રહો. ઉર્વશી એ પૌરાણિક કાળની એક અપ્સરા.
બદરિકાશ્રમમાં કામવિજેતા નરનારાયણ ઋષિના ઉસ સમીપ સ્થિતા હોવાથી ઇન્દ્ર જેનું નામ ઉર્વશી પાડ્યું તે ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર ગણાતી ઉર્વશીની જેમ આત્મા રૂપી ઇન્દ્રને પણ કૃપાળુ દેવનું અમોઘ શરણ સાંપડ્યું છે તેનો મને સદાય આશ્રય રહો.
- ઉર્વશી ઋગ્વદની કેટલીક ઋચા રચનાર એક ઋષિ. તો કૃપાળુ દેવ જેવા પરમર્ષિ મારા ઉરમાં વસી રહો.
ઉર્વશી એટલે આમ તો ગંગા.
પ્રતીપ રાજા અરણ્યમાં તપ કરતા હતા ત્યારે ગંગા તેમના પર મોહિત થઇ હતી. તે મૂર્તિમાન બનીને એમની પાસે આવી સ્વેચ્છાએ એમના જમણા ખોળામાં સ્થાન લીધું. આથી એનું નામ પડ્યું ઉર્વશી. ગૃહાશ્રમના તપસ્વી પરમકૃપાળુ દેવની પરમાત્મ દશા પર મોહિત થઇને પ.પૂ.બ્રહ્મચારીજી ગાઇ જાય છે કે, ઉર્વશી સમ ઉર વસો...! કેવી પ્રીતિ-ભક્તિ છે કૃપાળુ દેવ પ્રતિ ?
“મોક્ષ શાસ્ત્ર' જેનું અપર નામ છે “તત્ત્વાર્થાધિગમ સૂત્ર'. તેના પરથી શ્રી અમૃતચંદ્રાચાર્ય વિરચિત ‘તત્ત્વાર્થ સાર' સંસ્કૃત ભાષામાં છે. તેનો સુંદર પદ્યાનુવાદ ૫.પૂ.બ્રહ્મચારીજીએ કર્યો છે, જેમાં ઉપરની ગાથા દોહરા છંદમાં મંગળાચરણ રૂપે છે.
ઉર્વશી ઉર વસી જાય તે તો લૌકિક વાત. આ તો અ-લૌકિક પુરુષ પ્રત્યેની ઉત્કટ અભિલાષા છે કે – શિવ બસિયા, મેરે દિલ બસિયા, મેરે મન બસિયા ગુરુરાજ, સાહેબ શિવ વસિયા....... માળા એટલે?
માળા એટલે પંક્તિ, હાર. માળા એટલે જેમાં મોતી, મણિ, રત્ન કે પુષ્પ પરોવેલાં કે ગૂંથેલાં હોય છે. માળા એટલે તસબી, સ્મરણી કે જપમાળા કે બેરખો.
વ્યુત્પત્તિની દૃષ્ટિએ જુઓ તો, મામ્ તાતિ ત માતા | અર્થાત્ જે આત્મલક્ષ્મીને લાવે છે – આપે છે તે માળા. માલંમાલ કરે તે માળા. મા કહેતાં લક્ષ્મી. અને લક્ષ્મી કહેતાં આત્મલક્ષ્મીની જ વાત હોય.
માળા એટલે વિષય વસ્તુની સંકલના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org