________________
૨)
૪. ભક્ત: પોતે ભગવદ્ સ્વરૂપમાં ભાગ પડાવી જાણ્યો છે તે ભક્ત. એક જ્ઞાનીની અન્ય જ્ઞાની પ્રત્યેની પુકારવાળા.
અરિહંતની પૂજા ક્યાં? અરિહંતની પૂજા શા માટે ? પૂજા મંદિરમાં, મસ્જિદમાં, ગિરજાગૃહમાં, ગુરુદ્વારામાં? ભૌતિક સમૃદ્ધિ માટે? સંતાન પ્રાપ્તિ માટે ? પુત્ર કે પુત્રીરત્ન માટે ? નીરોગી કાયા માટે ? નહિ નહિ. અરિહંતની પૂજા અંતરંગ પૂજાની શ્રેણીમાં આવે છે. અંતરંગ આરાધના આત્માર્થીને જ હોય.
સની સાધના સત્યાર્થીને જ સંભવે
ખોજે એને જડે, એ તો પોતે જ છે !
અરિહંત કામનાપૂર્તિ માટે નથી કે ઇચ્છાપૂર્તિ માટે નથી પણ કામના કે ઇચ્છાને જ પૂરી કરી નાખે છે, સમાપ્ત કરી દે છે.
“જબ ઇચ્છાકા નાશ, તબ મિટે અનાદિ ભૂલ” (હાથનોંધ ૧/૧૨)
ભગવાન સાથે શરત ન હોય, Condition ન હોય, આપણા નકામના કામમાં અરિહંતને સંડોવવાના હોય? સવાલ જ નથી. ન જ કરાય.
તો આ પ્રબંધ રચવાનું પ્રયોજન તો આપણે સમજી ગયાં. ચિત્તથી રચ્યો છે અર્થાત મનન કરીને, વિચાર કરીને, નિર્ધાર કરીને. ચત્રભુજભાઇ માટે એટલે આમ તો ચતુર્મુખ હિતાય ! ચારે બાજુના જીવોનાં કલ્યાણ કાજે, હિત અર્થે, માત્ર કરુણા કરવાનો જ ઉદ્દેશ્ય (ચિત્તથી) છે, માટે રચાયો છે. ચતુર્ભુજ કહેતાં વિષ્ણુ. વિષ્ણુ કહેતા જ્ઞાનસ્વરૂપ. જીવ માત્ર જ્ઞાન પામે એ આશયે આ પ્રબંધ છે.
સિંદૂર ચડે છે તે હનુમાનજી પ્રત્યે પ્રાર્થના નથી પણ શ્વેતવર્ણી અરિહંત પ્રત્યે પ્રાર્થના છે. શ્રી અરિહંત અને શ્રી ચંદ્રપ્રભ સ્વામી (2મા તીર્થંકર) બન્નેનો વર્ણ શ્વેત છે. શ્વેત વર્ણ એટલે જ શાન્તિ, સમતા, શુદ્ધતા, સાત્ત્વિકતા, શુક્લતાનું પ્રતીક. સુપ્ત ચેતનને જાગૃત કરનાર અને મમત્વમાંથી સમ્યકત્વની મંઝિલે લઇ જનાર છે અરિહંત. ગૃહીત મિથ્યાત્વ તો પહેલું કાઢી મૂકવું પડશે. અરિહંત જ સુદેવ છે, સત્ દેવ છે, વીતરાગ દેવ છે. મંગળાચરણ રૂપે આપ કદાચ ગાતાં જ હશો કે,
શાર્દૂલવિક્રીડિત છંદ अर्हन्तो भगवंत इन्द्र महिताः सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धान्तसुपाठका मुनिवराः रत्नत्रयाराधकाः ।
पंचै ते परमेष्ठीनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ અરિહંતનું ધ્યાન:
મોક્ષનાં સાધન સમ્યક દર્શન આદિ જેમાં ધ્યાન ગર્ભિત છે ત્યાં જ્ઞાનરૂપી સુધારસને પી અને ધ્યાનરૂપી વહાણનું અવલંબન કર. (પત્રાંક ૧૦૨)
મામ્ થી સુધીની યાત્રા છે. એ સૃષ્ટિની આદિનો બોધક વર્ણ છે.
૨ સૃષ્ટિના અંતનો બોધક વર્ણ છે. એટલે અહં થી સૃષ્ટિનો આદિ-અંત-આદિ-અંત થયા જ કરે છે. વચ્ચે ? આવી જાય તો બધું બદલાઇ જાય.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org