________________
૩. પ્રયોજન પ્રમાણિકા
કપાળુ દેવે શ્રી ચત્રભૂજભાઇની વિનંતિને લક્ષમાં લઇને, આ અરિહંત સ્તુતિ આપતાં પહેલાં બીજી એક સ્તુતિ લખી આપેલી તે જાણે કે પોતે અત્રે અરિહંત પ્રભુને અને આપણને-પાઠકોને-વાચકોને વિદિત કરી દેતા હોય તેમ લાગે છે. આ પ્રબંધ રચવાનું પ્રયોજન શું હતું?
વણિક જેતપુરના, રિઝાવવા કસૂર ના;
રચ્યો પ્રબંધ ચિત્તથી, ચતુરભૂજ હિતથી.
કૃપાળુ દેવનાં મોટાં બહેન શ્રી શિવકુંવરબેનના લગ્ન મોરબી-લજાઇ પાસેના જેતપરા ગામે શ્રી ચત્રભૂજભાઈ સાથે થયેલાં. અલબત્ત, કૃપાળુ દેવને તો સમસ્ત સૃષ્ટિ ‘નાત્મવત્ સર્વભૂતેષુ' ની દષ્ટિમય હતી એટલે આ લૌકિક સગપણ લખતાં યે હાથ-મન તંભી જાય છે. એ બનેવી શ્રી પણ નોંધે છે કે, કૃપાળુ દેવને ઘણો જ વૈરાગ્ય હતો. ગમે ત્યારે પુસ્તકો વાંચતા જ દેખાતા.
હવે જાણે બન્યું એવું કે, શ્રી ચત્રભૂજભાઇએ રાત્રે ભવાઇમાં અને ભાટ-ચારણો પાસેથી બહુ સાંભળેલું કે, તુલસીદાસજીને રઘુવીરનાં દર્શન હનુમાનજીના આશ્રયથી થયા હતા. માટે હરિદર્શનની ઇચ્છા હોય તો, હનુમાનજી પર આસ્થા રાખવી. તેથી વિ.સં.૧૯૪૧ને કાર્તિક શુક્લા પૂર્ણિમાના પવિત્ર જન્મદિને પોતે જેતપર પધાર્યા ત્યારે શ્રી ચત્રભૂજભાઇએ પ.કૃ.દેવને હનુમાનજી વિષે સ્તુતિ લખવા વિનંતિ કરી, જેમાં પોતાનું નામ આવી જાય તથા પોતાની અપેક્ષા સંતોષવાની અરજ આવી જાય એમ સૂચવન પણ કર્યું.
પરમકૃપાળુ દેવ પણ ખરા પરમકૃપાળુ કે, એ વિનંતિ ધ્યાનમાં લીધી અને આશુપ્રજ્ઞ (શીઘ્રકવિ...દિવ્યજ્ઞાની) રાજચંદ્રજીએ તે જ દિવસે, ત્યારે જ, ત્યાં જ ‘હનુમાન સ્તુતિ' રચીને આપી, જે હરિગીત છંદમાં છે. તે પહેલા દોહરા છંદમાં અંતર્લીપિકા છે તે લઇએ, જેમાં “ચ તુ ૨ ભુ જ વંદના કરે” આવી જાય છે.
ચતુરતા ચિત્તમાં નથી, વંદન લાયક તાત, તુજ ગતિમાં મોહી રહું, દઈ દે એવી ખ્યાત. રહું સદા આનંદમાં, નામ લીધે દુ:ખ જાય, ભુજ વિષે દે જો રને, કષ્ટો દૂર કપાય. જગ સમરે છે આપને, રે’મ કરો તે દેવ, ધાર્યું મારું નીપજે, કરતાં રૂડી સેવ.
હનુમાન સ્તુતિ
હરિગીત :
કાર્તિક સુદ ૧૫ વિ.સં.૧૯૪૧
સમરું સદા સ્મરણ કરીને, શાંતતામાં મન ધરી, ધરું ધ્યાન આઠે જામ ને, પરણામ પ્રેમથી કરી; તુજ સા'યથી મુજ કામ થાશે, હામ પુરો મન તણી. મહાવીર શ્રી હનુમાન તમને, વંદના મારી ઘણી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org