________________
૧૫
શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સપુરુષ જ કારણ છે. (પત્રાંક ૨૧૩) તેમ મૂળમાં અરિહંત પ્રભુ જ છે પણ તેમનો જ લક્ષ થતો નથી ! અંતરના અવાજ અને ઉમળકા સાથે કરેલી વીતરાગ વંદના વટવૃક્ષ જ બને જે મોક્ષ રૂપી વૃક્ષની છાયા આપે.
મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારી; સબ દોષ રહિત કરી સ્વામી, દુઃખ મેટલું અંતરજામી.
આલોચના પાઠ : શ્રી માણિકચંદજી
ધર્મનું મૂળ વિનય છે. વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે, શિક્ષાપાઠ ૩૨. વિનય તો ગુણવાનની ભક્તિ છે. આ નાશવંત-નશ્વર દુનિયામાં અરિહંત-ઇશ્વરની ભક્તિ નહિ કરીએ તો કોની કરીશું? તે ભક્તિ, તે વિનય વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે.
વંદના ત્રણ પ્રકારે ગણીએ તો, નમસ્કાર કે નમોત્થણે તે જઘન્ય વંદના. દંડક અને સ્તુતિયુગલ કે બે-ત્રણ નમોત્થણે તે મધ્યમ વંદના. પાંચ દંડક, ચાર સ્તુતિ અને પ્રણિધાન અથવા ચાર-પાંચ નમોત્થણે તે ઉત્કૃષ્ટ વંદના.
છત્ર પ્રાર્થનામાં કૃપાળુ દેવ “વડી વંદના' પ્રયોજે છે અર્થાત્ ઉત્કૃષ્ટવંદના કહેવાનો આશય હોય એમ સમજાય છે. જેને કરવાની છે તે પણ ઉત્કૃષ્ટ આત્મા, પરમ આત્મા, સો-સો ઇન્દ્ર વડે પૂજનિક એવા દેવાધિદેવ અરિહંત છે.
કર્તા ઉપજાતિ વવાણિયા વાસી વણિક જ્ઞાતિ, રચેલ તેણે શુભ હિત કાંતિ; સુબોધ દાખ્યો રવજી તનુજે, આ રાયચંદે મનથી રમૂજે.
ભુજંગી છંદમાંથી હવે આપણને કૃપાળુદેવ ઉપજાતિ છંદમાં લઈ જાય છે. પોતાનો સ્થૂળ પરિચય આપી દેતાં કહ્યું કે, સુરાષ્ટ્ર-સૌરાષ્ટ્રમાં (મોરબીથી ૩૫ કિ.મી. દૂર) વવાણિયા ગામમાં નિવાસ છે, જ્ઞાતિએ વૈશ્ય છે, વ્યવસાયે વ્યાપારી છે. પ.પૂ.શ્રી બ્રહ્મચારીજી રચિત પદ યાદ આવી જાય છે,
દોહરા વવાણિયાના વાણિયા, ગણધર ગુણ ધરનાર; જાતિસ્મરણે જાણિયા, ભવ નવસેં નિરધાર.
વવાણિયા ગ્રામના આ વાણિયા અને મહાવીર પ્રભુના ગણધર અને ગુણધરે આ પદમાં શુભ-મંગળમય, હિત-કલ્યાણ, કાંતિ-કરુણા-કોમળતા આદિથી કમનીય-સુંદર સદ્ધોધનું દાન આપ્યું છે, દર્શન કરાવ્યું છે.
૮૪ લક્ષ જીવયોનિમાં ૧૪ લાખ મનુષ્ય યોનિ, તેમાં ૮૪ ગચ્છ, ૮૪ જ્ઞાતિ, એક જ્ઞાતિ વાણિયાના મુખ્ય ૮૪ ભેદ ! શ્રી રવજીભાઇના સુ-પુત્રે (શ્રી રાજચંદ્ર) રમૂજભરી શૈલીમાં દિલ દઇને, પ્રાણ રેડીને, મન મૂકીને આ પદ રચ્યું છે, જ્ઞાન સાથે ગમ્મત કે ગમ્મત સાથે જ્ઞાન તે આનું નામ.
ઘણી વાર કંઈ કેટલીય અજ્ઞાત કર્તાની કૃતિઓ મળે છે અને કોણે રચી છે એ અંગે અટકળ-અનુમાનમાં ચક્કર ચાલુ થઈ જાય છે તે ન થવા દેવાની જાણે કૃપા કરતા હોય તેમ કૃપાનાથે પોતાનું ‘રાયચંદ' નામ પણ લખી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org