________________
અનેકેનું માનવું હતું કે આમ થવાથી શ્રી સંઘમાં શાંતિ સ્થાપવાનો હેતુ આ રીતે કદી પણ પાર પડશે નહિ અને બે આચાર્યો વચનબદ્ધ હોવાથી જે નિર્ણય આવે તે કબુલ રાખશે પરંતુ બીજા આચાર્યો તેને કઈ પ્રકારે બંધનકારક ગણશે નહિ. કારણ સ્પષ્ટ હતું કે તેઓને પિતાની હકીક્ત મધ્યસ્થ રૂબરૂ રજુ કરવા માટે બીલકુલ કહેવામાં આવેલું નહોતું અને એ સઘળા કામકાજમાં તેમને કઈ પ્રકારનો અવાજ હતો જ નહિ.
૩. આવી પરિસ્થિતિને અનુસરવાનું, સમાજ અને શાસનની દાઝ દીલમાં ધરાવનાર શેઠ શ્રી કસ્તુરભાઈને કેમ ચોગ્ય લાગ્યું એ બીલકુલ સમજી શકાતું નથી, અને તેને માટે આજે કાંઈપણ અનુમાન કરવાં તે નિરર્થક છે. શેઠશ્રીની નિષ્ઠા તો એકજ હતી કે બે આચાર્યો પાલીતાણું છોડી બીજે વિહાર કરી જાય તે પહેલાં બધી તજવીજ થાય તે સારું. તેથી તેઓએ આ ઉતાવળીઓ રસ્તે લીધે હોય તેમ માનવાનું રહે છે. અર્થાત્ ભાવિએ શેઠશ્રીને ભૂલથાપમાં નાખ્યા એમ કહીએ તો છેટું નથી.
(૭) (૧) પરંતુ વાત આટલેથી જ અટકતી નથી. બે આચાર્યોની પૃચ્છા કર્યા પછી મધ્યસ્થ મહાશયે નિર્ણય આપવા માટે ચારેક માસનો લાંબે વખત લીધો. તે દરમ્યાનમાં અનેક ઘટનાઓ બનવા પામી અને જે ઉપરથી આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીને લાગ્યું કે મધ્યસ્થ મહાશયે મધ્યસ્થતાને ત્યાગ કરી એકતરફી વલણ લીધું છે તેથી તેઓએ મધ્યસ્થ પિતાને નિર્ણય યોગ્ય રીતે પ્રગટ કરે તે અગાઉ શેઠશ્રીને જણાવી દીધું કે “મધ્યસ્થની તટસ્થતા તુટી જ છે એટલે તેનું લખાણ મારે માન્ય નથી. આ હકીકતમાં જેમ એક જજ મારફત નીમાયેલા લવાદની વિરૂદ્ધ આવા પ્રકારનું કથન કરવામાં આવે તે તે કથન સંબંધી જજ તપાસ કરે અને તે કથન ખરૂં સાબીત થાય તો તે લવાદને અધિકાર રદ કરી બીજે લવાદ નીમે અગર લવાદ મારફતે નિર્ણય કરાવવાનું જ બંધ કરે. તે મુજબ શેઠશ્રીએ નીમેલા મધ્યસ્થની મધ્યસ્થતા તુટવાનું કથન, નિર્ણય રીતસર બહાર પડે તે અગાઉ, શેઠશ્રીને જણાવવામાં આવ્યું ત્યારે અમારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ નિર્ણયની બાબત તુર્ત બંધ રાખી મધ્યસ્થ વિરૂદ્ધ કરવામાં આવેલ કથનની તપાસ કરી તેના ખરા ખાટાપણને પ્રથમ નિશ્ચય કરે જોઈતો હતો, અને તે કથન જે ખાટું માલુમ પડે તે નિર્ણયનું કાર્ય છેવટ સુધી પુરૂ કરવું હતું. પણ તેમ થયું નહિ અને મધ્યસ્થ વિરૂદ્ધમાં કથન ઉભા હતા છતાં મધ્યસ્થ કરેલે નિર્ણય થવા દેવામાં આવ્યો અને પ્રગટ કરાયો. આ પરિસ્થિતિ પણ કેમ ચલાવી લેવામાં આવી તે પણ સમજી શકાય તેમ નથી. અમે તે અહિં પણ ભવિતવ્યતાને જ કારણરૂપે માનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org