________________
જંગલના ઉંદરની કથા : ૫૮
[ ૧૧
કહ્યું–વિંધ્ય નામને પર્વત છે. તેની ઉપરના ભાગમાં વિંધ્યવાસ નામનું ગામ છે. ત્યાં મહેન્દ્ર નામને રાજા રાજ્ય કરે છે. તેને તારા નામની મહારાણી છે. તેને પુત્ર તારાચંદ નામે આઠ વર્ષને છે. આ અવસરે કોશલ દેશના રાજાએ તેના ઉપર ચઢાઈ કરી. તે ગામને ઘેરે ઘા. ત્યારે મહેન્દ્ર રાજા નગરમાંથી નીકળી યુધ્ધ કરવા લાગ્યો. અને લડતાં મરાયે. હgયેલું સૈન્ય નાસવા લાગ્યું. બધા જ લેકે જીવ લઈને નાસી ગયા. તે વખતે તારા મહારાણું પણ પિતાના પુત્ર તારાચંદને અંગુલીમાં લઈ લોકેની સાથે નાસતી ભરૂચ શહેરમાં આવી. ત્યાં પણ કોનું શરણું સ્વીકારવું તે પણ જાણતી ન હતી. કેઈપણ વખતે દુર્જન માણસનું મુખ જોયું નથી તેથી ભૂખી તરસી પરિશ્રમથી ઉદ્વેગ પામેલી, કંપતા હૃદયવાળી કયાં જવું? અને કયાં ન જવું? શું બોલું? અને શું ન બેસું? કયાં પ્રવેશ કરું? કેને પુછું? અથવા કેવી રીતે રહેવું ? એ પ્રમાણે વિચાર કરતી, શુન્યમનવાળી જંગલી હરણની જેમ ભય પામેલી નગરના એક ચારાના મંડપમાં પ્રવેશી. ક્ષણ પછી તેણીએ ગોચરી માટે નીકળેલું સાધ્વીનું યુગલ જેયું, અને તેને જઈને તેણીએ વિચાર કર્યો કે પહેલા મારા પિતાના ઘરમાં આ ભાગ્યશાળી, ધર્મમાં રક્ત સાધ્વીઓ જતી આવતી મારા વડે પૂજાઈ હતી. તેથી જે તેઓનું શરણ સ્વીકાર તે શ્રેષ્ઠ છે. એ પ્રમાણે વિચાર કરતી, ઉઠીને પુત્રને આંગળીમાં લઈ સાધ્વીને વંદન કર્યું. તેઓ એ આશ્વાસન