________________
૭
છે
.
.
•
ઉપયોગને સઘન બનાવ્યા વિના અને જે બનવું છે ત્યાં ઉપયોગબળને વાળ્યા વિના કાર્ય પ્રતિ ગતિ નહિ થાય.
સ્વરૂપબોધ નય સાપેક્ષ છે પણ સ્વરૂપપ્રાપ્તિ નય નિરપેક્ષ છે.
વસ્તુનો યથાર્થ બોધ અને વસ્તુનો યથાર્થ ઉપયોગ એ ધર્મ છે.
બુદ્ધિમાં સ્યાદ્વાદ ન આવે ત્યાં સુધી ધર્મ સમજાય નહિ અને ધર્મ થાય નહિ.
ધર્મની ઓળખ ભેદથી થાય પણ ધર્મની
પ્રાપ્તિ અભેદથી થાય.
પરપદાર્થ સાથેનું એકત્વ એ
મિથ્યાત્વ છે અને મમત્વ એ
ચારિત્ર મોહનીયનો ઉદય છે.
દૃષ્ટિ અને જ્ઞાન કારણ છે કે જે કારણ, ચારિત્રરૂપ કાર્યમાં પરિણમે છે.
દર્શન દષ્ટિપાત સાપેક્ષ છે તો સમજણ જ્ઞાન સાપેક્ષ છે.
• આખા જગતને બુદ્ધિની વૃદ્ધિમાં રસ છે પણ બુદ્ધિની
શુદ્ધિમાં રસ નથી.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૨