________________
• પુણ્ય અને પાપ ઉભય હેય લાગશે ત્યારે આત્મા જ એકમાત્ર ઉપાદેય લાગશે.
શુદ્ધિની વૃદ્ધિ તે જ નિર્જરા.
• 1 અનિચ્છામિòવા ઈચ્છા જ ન રહે એવી અનિચ્છાની જ એક ઇચ્છા રાખવા જેવી છે.
• જીવ સંસારમાં ક્રિયાથી નથી રખડતો. પરંતુ ક્રિયા ઉપરના કર્તાભાવ અને આગ્રહથી રખડે છે.
• યોગ સંબંધી ભૂલોનું પ્રાયશ્ચિત રોજિંદા પ્રતિક્રમણ છે જ્યારે ઉપયોગ સંબંધી ભૂલોનું પ્રાયશ્ચિત-પ્રતિક્રમણ, ધ્યાન છે.
વિકલ્પ, વાસના, વૃત્તિ અને વિચારથી ચેતનાને ઉપર ઉઠાવવાની છે. જેટલી ઉપયોગની શુદ્ધિ તેટલો નિશ્ચય અન તે શુદ્ધિ કાળમાં યોગનું પ્રવર્તન તે ધર્મકાર્ય. • વસ્તુની ગુણાત્મકતા-ઉપયોગીતા એ વસ્તુની VALUE- વેલ્યુ છે. જ્યારે વસ્તુનો બજારમાં ક્રયવિક્રયનો ભાવ એ PRICE-દર છે.
જેનું જે જાતનું બીજ હોય, તે પ્રકારે તે પરિણમે. • કષાય અને ભ્રાંતિ થવામાં ઘાતી કર્મનું નિમિત્ત છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૬