________________
• આત્મા સ્વ-પર પ્રકાશક છે. સ્વ જણાઈ જતાં પર જણાઈ જાય છે. નિશ્ચય થતાં વ્યવહાર થઈ જાય છે. • સ્વીકારની ભૂમિકા ઉપર નિર્વિકલ્પતા છે. સહન કરવાની ભૂમિકા ઉપર વિકલ્પ છે.
છ
અપુનબંધકાવસ્થાથી ધર્મની શરૂઆત છે. એ અંતર્મુખતાનું
બીજ છે.
સાનુબંધ શુદ્ધિથી ગુણસ્થાનકનું પ્રાગટ્ય છે.
• ૧) નિરાસંશભાવે કરાતા ધર્મથી ૨) તત્ત્વરુચિ- ગુણરુચિથી કરાતા ધર્મથી ૩) અને આત્મા જેવો છે તેવો ઓળખીને કરાતા ધર્મથી આગળ વધાય છે અને પરમાત્મસ્વરૂપને પમાય છે.
• સભ્યશ્રદ્ધા યુક્ત બોધ તે શ્રદ્ધા. શ્રદ્ધાનુસારી પરિણમન તે મોક્ષમાર્ગ. બાકી કષાયાનુસારી પરિણમન તે સંસાર માર્ગ.
સંસાર એટલે પુણ્યના ચમકારા.
પાપપ્રકૃતિના ઉદયમાં જીવને પુણ્યક્રિયા શક્ય ન હોય ત્યારે પણ તે ભાવપુણ્ય કરી શકે છે કારણકે ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે.
૧૨૫ સાધના