Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 163
________________ . ર અ) વિધિનિષેધની પાલના એટલે દ્રવ્ય આજ્ઞાપાલન અને ચિત્ત સ્ફટિકસમ નિર્મળ બનવું એટલે ભાવઆજ્ઞાપાલન. બ) દ્રવ્ય આજ્ઞાપાલનથી સદ્ગતિ મળે. ભાવ આજ્ઞાપાલનથી મોક્ષ મળે. • પર દ્રવ્યની અસર ઉપયોગમાં વર્તે તે પરસમય અને પર દ્રવ્યની અસર ઉપયોગમાં ન વર્તે તે સ્વસમય. • જ્ઞાની નિશ્ચય-વ્યવહાર ઉભયને જાણે છે, માને છે અને આદરે છે. અજ્ઞાની એકેયને જાણતો નથી અને માનતો નથી. કદાચ આદરતો દેખાતો હોય તો તે ગતાનુગતિક હોય છે. એકલો વ્યવહાર એ સંસાર, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એ મોક્ષમાર્ગ અને એકલો નિશ્ચય તે સિદ્ધાવસ્થા અર્થાત્ મોક્ષ. આત્માએ વિનશ્વર એવા દેહના, વ્યવહારના સંબંધોથી છૂટી શાશ્વત નિશ્ચય એવા આત્મામાં આત્મસ્થ થવા માટે સંબંધોની છઠ્ઠી વિભક્તિથી છૂટી નિબંધ-નિગ્રંથ થવું પડશે. તે માટે... નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૬

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172