________________
સુખ દુઃખ
- કર્મ કાંઇ રાગ-દ્વેષ નહિ કરાવી શકે. કર્મ માત્ર સુખ-દુઃખ કે શાતા-અશાતા આપી શકે.
કર્મરૂપ અત્યંતર નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. • હાસ્ય એ વિકૃતિ છે. પ્રસન્નતા એ પ્રકૃતિ છે. • સુખ સ્વભાવ છે. સુખ વિના ચાલતું નથી. વાસ્તવિક સુખની ઓળખાણ નથી, તેથી આભાસી સુખથી ચલાવવું પડે છે. વાસ્તવિક સુખ શુદ્ધ, શાશ્વત, સંપૂર્ણ, સ્વાધીન અને સર્વોચ્ચ છે.
• રાગ એ વિકાર છે અને જ્ઞાન એ સ્વરૂપ છે. વિકારમાં
નિજાનંદનો નિષ્કર્ષ ૧૬૦