Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 170
________________ 0 મોહ શાસન મળ્યા પછી સુખી થવું અશક્ય છે. સુખ અને દુઃખ નો અભેદ આધાર આત્મા જ છે. • પર વડે સુખ માનશો તો રોવાનો વારો આવશે. • સર્વ સંપત્તિને સમાજના સુખમાં વાળે તે મહામાનવ, એ ઊંચી ગતિમાં જાય. • જ્યાં જ્યાં વિકલ્પતા ત્યાં ત્યાં દુઃખ અને જ્યાં જ્યાં નિર્વિકલ્પતા ત્યાં ત્યાં સુખ. • બધાને બધું મળતું નથી, તેથી તો જે મળ્યું છે એમાં સંતોષ માની સુખી થવા કહ્યું. અર્વાચીન વૈજ્ઞાનિક શોધખોળોથી સુખ સગવડ વધ્યા પણ શાંતિ, સમાધિ ખોવાઈ ગયા. • પરમાં જેને દુઃખ જોતાં આવડી ગયું તેના ભાગ્યની કોઈ અવિધ નથી. અ) સરખામણીમાં નરમાં મિથ્યાત્વીને અનંતગણું દુઃખ થાય છે જ્યારે સમકિતીને અનંતમા ભાગે દુઃખ હોય છે. બ) સરખામણીમાં દેવલોક્માં સમક્તિીને અનંતમા ભાગે સુખ હોય છે જ્યારે મિથ્યાત્વીને અનંતગણું સુખ હોય છે. ૧૬૩ સુખ દુઃખ

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172