________________
અ) આત્મધર્મ આવ્યા પછી બધી ક્રિયા થયા કરે છે. કર્મણિ પ્રયોગમાં આવી જઈ અકર્તા રહેવાય છે. બ) આત્મધર્મ વિના બધી ક્રિયાઓ કરવી પડતી હોય છે અને પાછી ક્રિયાની ગણતરી અને અભિમાન રહેતું હોય છે. આ કર્તરિપ્રયોગ છે.
• અનાદિકાળથી પર્યાયદષ્ટિ-વ્યવહારષ્ટિથી પરિચિત છીએ. આત્મલીન-બ્રહ્મલીન થવા માટે દ્રવ્યદૃષ્ટિ નિશ્ચર્યદષ્ટિથી પરિચિત થવું આવશ્યક છે.
પર્યાયષ્ટિને પારકી અને દ્રવ્યદૃષ્ટિને પોતીકી માની નથી, તેથી અજ્ઞાશક્તિના બુદ્ધિવિલાસથી સંસાર ઊભો છે.
અ) પરમ પારિણામિક ભાવસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે છે તેને અધ્યાત્મશૈલિમાં નિશ્ચય કહે છે.
બ) જેનું આલંબન લેવાનું છે તે નિશ્ચય છે; તેનાથી જે પ્રગટે છે તે વ્યવહાર છે.
વ્યવહારનયના અવલંબને
સંસાર દ્વિધા ભાવે ચાલે છે. દ્વિધાભાવ ઘટતો જવો તે
મોક્ષમાર્ગ. સંપૂર્ણ નાશ તે મોક્ષ.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૪