Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 159
________________ . આત્માને ઓળખશો તો વ્યવહારધર્મ એની મેળે સહજ થયા કરશે. • બહારથી છોડવું પણ અંદરથી પકડમાં રહેવું એ સંસાર. - દષ્ટાંત કંડરિક. • ક્રિયા કર્તાભાવે નથી કરવાની પણ લક્ષની જાગૃતિપૂર્વક અકર્તાભાવે કરવાની છે. • આત્મા પોતાને ઓળખી પોતામાં સમાય એ સ્વસમય. . . દેહથી ભિન્ન ચૈતન્યનું ભાન તે જ્ઞાનદશા. ગુણો દ્વારા સદ્કાર્ય કરતાં જીવ આત્મામાં ઠરતો હોય તો તે વ્યવહારનયે મોક્ષમાર્ગ છે. • કરવામાં ધર્મ નથી પણ થવામાં - હોવામાં ધર્મ છે અર્થાત્ આત્મામાં સમાવામાં ધર્મ છે. • ક્રિયા કરતા ભાવનું અને ભાવ કરતાં દૃષ્ટિનું મૂલ્ય વધારે છે. • નિશ્ચયથી જે સર્વજ્ઞ ભગવંતને ઓળખે છે તે પોતાના આત્માને ઓળખે છે. • શ્રદ્ધામાંથી સ્વભાવની પ્રતીતિ ખસી જાય તો માત્ર ક્રિયા અને ક્રિયાજન્યભાવ જ રહે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૨

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172