Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 162
________________ નિશ્ચયનયના લક્ષ્ય વિના શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ દુષ્કર છે. અ) દ્રવ્યાર્થિકનયથી પર્યાયમાં ધ્રુવની સ્થાપના એ નૈશ્ચયિક સાધના છે. બ) પર્યાયાર્થિકનયથી પર્યાયમાં અધ્રુવ (વિનાશી)ની સ્થાપના એ અજ્ઞાનજન્ય વ્યવહાર સાધના છે. અનંતગુણાત્મક સહજ દ્રવ્યનું આલંબન એ દ્રવ્યદૃષ્ટિ છે અને પર્યાયનું શુદ્ધિકરણ એ વ્યવહાર છે. • બાહ્ય દૃશ્યમાં કે બાહ્ય ક્રિયામાં જીવની સ્વાધીનતા નથી. ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે. • સ્વભાવ સંપૂર્ણ સ્વસત્તા છે. ભાવ કચિત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયા એ સંપૂર્ણ પરસત્તા છે. • ક્રિયા, ભાવ, વર્તન, પરિણતિ, વિચાર, વ્યવહારાદિ ધર્મ નથી પણ વસ્તુસ્વભાવ એ વાસ્તવિક ધર્મ છે. • શુભાશુભ ભાવમાં રહેવું તે પરસમય. આત્મામાં રહેવું તે સ્વસમય. ૧૫૫ નિશ્ચય વ્યવહાર

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172