Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 160
________________ si> • ગ્રહણ અને ત્યાગ જ્યાં છે તે વ્યવહાર આત્મા છે, નામધારી છે. . ક્રિયાનું ફળ તત્કાલ છે. ભાવનું ફળ ભવાંતરે-કાળાંતરે છે. • પર્યાયમાં વૈરાગ્ય દષ્ટિ નથી, તો નિત્યદૃષ્ટિ-નિશ્ચયદૃષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ સાચી નથી. • ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે. • ક્રિયા જ્ઞાનમાં, જ્ઞાન ધ્યાનમાં અને ધ્યાન સ્વરૂપલીનતામાં પરિણમવા જોઈએ. • ભાવમાં કથંચિત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયામાં સંપૂર્ણ પરસત્તા છે. • વ્યવહાર છોડ્યા વિના અને નિશ્ચય ભૂલ્યા વિના નિશ્ચયપૂર્વક વ્યવહાર કરવો. • અ) ક્રિયાધર્મ એ વ્યવહારધર્મ છે જે સદ્ગતિદાયક છે. બ) આત્માને ઓળખીને આત્મધર્મમાં રહેવું તે નિશ્ચયધર્મ છે. ૧૫૩ નિશ્ચય વ્યવહાર

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172