________________
.
• કર્મનો ઉદય બહારનું દૃશ્ય સર્જે છે કે જેનાથી આ સંસાર છે. જ્યારે અંદરની જાગૃતદશા-જાગૃત ઉપાદાન એ સ્વપુરુષાર્થ છે. જે મોક્ષ માર્ગ છે.
• નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી.
• વ્યવહાર વ્યવહારથી ઉપાદેય છે. પણ નિશ્ચયથી હેય છે. જ્યારે નિશ્ચય વ્યવહારથી અને નિશ્ચયથી એમ ઉભયથી ઉપાદેય છે.
• પોતાના ભાવને બગડવા ન દે તે વ્યવહારધર્મ. પોતાના ભાવને જોતાં શીખવે તે આત્મધર્મ.
• શુભાશુભ ભાવો એ જગત છે. એનો નાશ થવાનો નથી. આપણે તો શુભાશુભથી પર શુદ્ધમાં રહી મોક્ષ પામવાનો છે.
• સાચી નૈશ્ચયિક ધર્મ જાગરિકા તે છે કે જે સતત આત્મજાગૃતતા હોય, એવી અપ્રમત્તદશામાં લઈ જઈ, નિદ્રા સ્વપ્નાવસ્થામાંથી ઠેઠ ઉજ્જાગરદશા સુધી લઇ જતી હોય.
વ્યવહારધર્મ કરતી વખતે મન મૂકીને ન્યોચ્છાવર થઈ ભક્તિ-ઉપાસના કરો.
૧૪૫ નિશ્ચય વ્યવહાર