________________
બ) પ્રતિસમય નિર્વિકાર પરિણમન એ મોક્ષમાર્ગ છે.
પ્રતિસમય વીતરાગ પરિણમન એ મોક્ષમાર્ગ છે.
દયા એ ભાવ છે જ્યારે દાન એ ક્રિયા છે.
• હૃદયના કંપનને અનુસરીને જે પ્રવર્તના થાય એ અનુકંપા કહેવાય.
• દૃષ્ટિ વિનાનો વ્યવહાર તો ચક્રાવો છે. એ કાંઈ કેન્દ્રગામી- આત્મગામી ગતિ નથી.
ગતિને સ્થિતિમાં પલોટવા પ્રગતિની જરૂર છે.
• નિશ્ચય સાપેક્ષ વ્યવહાર એ પ્રગતિ છે જ્યારે નિશ્ચય નિરપેક્ષ કોરો વ્યવહાર એ ગતિ છે.
• અંતરતમથી અભેદ થવાય તો બહારના બધાંય ભેદ ટળી જાય.
• અધ્યાત્મમાં સંઘર્ષ એટલે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર અને બહારમાં બનતા બનાવ પ્રતિ દૃષ્ટાભાવ.
• સ્વીકારની ભૂમિકા ઉપર મોક્ષ છે. કર્તુત્વની ભૂમિકા ઉપર મોક્ષ નથી.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૮