________________
.
પર્યાય અને ગુણ એ પણ દ્રવ્ય એવા આત્માના જ છે પરંતુ પરિણમન સ્વતંત્ર છે.
દ્રવ્યધર્મ કરતાં ભાવધર્મ ઘણો ચઢિયાતો છે. કારણ દ્રવ્યમાં મર્યાદા છે, ભાવમાં વ્યાપકતા છે.
આંશિક શુદ્ધિ એ સાધન છે તો પૂર્ણ શુદ્ધિ એ સાધ્ય છે. ક્ષાયોપશમિકભાવ એ સાધન છે. તો ક્ષાયિકભાવ એ સાધ્ય છે.
છોડવું એ વ્યવહાર છે પરંતુ છૂટી જવું, ભૂલાઈ જવું અને છૂટા પડી જવું એ નિશ્ચય છે...
• સામર્થ્ય વધે તો નિશ્ચયની સાધના કરી શકાય અને ઘટે તો વ્યવહારથી સાધના કરી શકાય.
• જ્ઞાનધારામાં સ્વપણું છે જ્યારે યોગધારા, શેયધારા, કર્મધારામાં પરપણું છે.
ચિત્તશુદ્ધિના લક્ષ્ય વિહોણી ક્રિયા એ માત્ર ક્રિયા જ રહે છે.
• જ્ઞાનથી કરાતી જ્ઞાનક્રિયા જ મોક્ષ પ્રાપ્યકારી છે.
.
સંસારમાં ભેદથી ભેદમાં પ્રવર્તન છે જ્યારે અધ્યાત્મમાં અભેદથી અભેદમાં પ્રવર્તન છે.
૧૪૯ નિશ્ચય વ્યવહાર