Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 154
________________ . . • જેને પોતાના આત્માની ભાવ અનુકંપા જાગે, તેને બીજા જીવો માટે ભાવ અનુકંપા થાય. • ભેદ ટાળી, અપૂર્ણતા કાઢી, અભેદ થઈ પૂર્ણતાની પ્રાપ્તિ કરવાની ક્રિયા એ જ ધર્મ. • સંસારમાં ઔચિત્યનું-કર્તવ્યનું પાલન અવશ્ય કરો પણ કર્તાપણું કાઢીને કરો ! નિરપેક્ષ તત્ત્વને પકડવા નિરપેક્ષભાવ તરફ ઉપયોગ જવો જોઈએ ! • યોગથી ઉપયોગ શુદ્ધિ તે વ્યવહાર. ઉપયોગથી, ઉપયોગ શુદ્ધિ તે નિશ્ચય. • નિશ્ચયથી તો દૃષ્ટિની શુધ્ધિથી ધર્મ છે. ભેદજ્ઞાનથી ધર્મવૃધ્ધિ છે. પરમાં પ્રવર્તનથી જ દેશ અને કાળ ઊભાં થાય છે. • અન્ય દ્રવ્યના સંયોગે જ યોગ અને યોગક્રિયા છે. • . બહારમાં જોડાવાપણું ભલે હોય પણ અંદરમાં જો છૂટા રહેવાપણું હોય તો તે મોક્ષમાર્ગ છે. અ) પ્રતિસમય અકષાય પરિણમન એ મોક્ષમાર્ગ છે. ૧૪૭ નિશ્ચય વ્યવહાર

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172