________________
વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ. ‘“વત્યુ સહાવો ધમ્મો’ વ્યવહારમાં આપણે જેને ધર્મ કહીએ છીએ તે તો વસ્તુને વસ્તુધર્મમાં લાવવાની શુદ્ધિકરણની પ્રક્રિયા છે.
• આપીને લ્યો અગર તો લઈને આપો એનું નામ વ્યવહાર.
“હું કોઇને આપતોય નથી અને હું કોઇનું લેતોય નથી !'’ “મને કોઈ આપતુંય નથી. હું મારા સ્વરૂપમાં જ રહું છું !''
વ્યવહાર એક એવો બદલો છે કે જેમાં આપણે આપીને લેવાનું છે એટલે તે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો !
જો હિસાબ હશે તો કુદરતની આગળ આપણું કશું ચાલવાનું નથી. હિસાબ તો ચૂકવવો જ પડશે. દેહ ધર્યો છે એટલે ત્યારથી બધા હિસાબ ચૂકવવા તો પડશે જ ને !!
• ક્રિયાશક્તિ પોતાના હાથમાં નથી. ભાવશક્તિ એકલી પોતાના હાથમાં છે. પ્રભુઆજ્ઞા અને ગુર્વાશાના પાલનના ભાવમાં આપણે આપણા આત્માને નિરંતર રાખવાનો છે. પછી જે ક્રિયા થાય તેને જોવાની છે અને કશીય પ્રતિક્રિયા વિના તેનો સ્વીકાર કરવાનો છે.
૧૪૩ નિશ્ચય વ્યવહાર